શોધખોળ કરો
પ્રભાસની ફિલ્મ 'સાહો'ના એક્શન સીન સોશિયલ મીડિયા પર વાયરલ
1/3

300 કરોડના બેજેટવાળી આ ફિલ્મ એક્શન અને થ્રિલરથી ભરપુર છે. નીલ પણ આ ફિલ્મથી તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન સુજીત કરી રહ્યો છે અને શ્રદ્ધા કપુર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મનો જે મેકિંગ વીડિયો હાલમાં શેર કરવામાં આવ્યો હતો જેની તૈયારીમાં લગભગ 60 દિવસનો સમય લાગ્યો છે. 400થી વધુ લોકોની ટીમે સાથે મળીને આને તૈયાર કર્યો હતો.
2/3

મેકિંગ વીડિયોને 24 કલાકમાં 10 લાખથી વધુ જોવામાં આવ્યો હતો. એક્શનથી ભરપુર આ વીડિયોને 15 લાખથી વધુ હિટ્સ મળી ચુક્યા છે. ફિલ્મમાં નીલ નીતિન મુકેશ પણ નેગેટિવ રોલ કરી રહ્યો છે. મેકિંગ વીડિયો બાદ હાલમાં નીલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો જેમા એક્શનથી ભરપુર આ સીનમાં નજર આવી રહ્યો છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મથી શ્રદ્ધા કપુર સાઉથની ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે. બાહુબલી અને બાહુબલી-2ની સફળતા બાદ પ્રભાસ હવે આ ફિલ્મ કરી રહ્યો છે.
Published at : 30 Oct 2018 08:22 AM (IST)
View More





















