આ કપલના લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ સુધી આવ્યા હતાં.
2/3
પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/3
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે.