Video: હવે આ જ જોવાનું બાકી હતું, જુઓ રોડ પર ફુલ ઝડપે દોડતી ટ્રેનનો વીડિયો...
હવે સોશિયલ મીડિયા પર એક ટ્રેનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો જેમાં દેખાઈ રહ્યું છે કે, એક ટ્રેન ફુલ સ્પિડમાં જઈ રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેન તેના પાટા પર જતી હોય એવું નથી લાગતું.
સોશિયલ મીડિયામાં દરરોજ અવનવી અને અજબ-ગજબ ઘટનાઓ જોવા મળતી હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક ટ્રેનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક ટ્રેન પોતાની ફુલ સ્પિડમાં જઈ રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેન તેના પાટા પર જતી હોય એવું નથી લાગતું. વીડિયોની શરુઆતની સેકન્ડમાં રોડ દેખાય છે. અને પછી અચાનક જ આ રોડ પર ટ્રેન દોડવા લાગે છે. રોડ પર અચાનક ટ્રેન આવી જતાં વીડિયો જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે ટ્રેન રોડ પર કેવી રીતે દોડી રહી છે. આ વીડિયો હાલ ઈંસ્ટાગ્રામથી લઈને ટ્વીટર સુધી બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યા છે કે, બસ હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું. અન્ય એક યુઝરે લખ્યું કે, બાળપણનું સપનું સાકાર થયું (રોડ પર ટ્રેન ચાલતી જોવાનું સપનું) બીજા એક યુઝરે વીડિયોની કમેન્ટમાં લખ્યું કે, આ અસલી જીંદગીમાં ગેમ કોણ રમી રહ્યું છે.
જો કે, વીડિયોમાં જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે ટ્રેન પાટા પર જ દોડી રહી હતી. વીડિયોના અંતમાં રેલવેનું ફાટક પણ દેખાય છે. જેના પરથી કહી શકાય કે ટ્રેન તેના નિયત કરેલા રુટ પર જ ઝડપથી પસાર થઈ રહી હતી. પણ શરુઆતમાં ટ્રેનના પાટા ના દેખાતા હોવાથી એવું લાગે છે કે ટ્રેન રસ્તા પર જ દોડવા લાગી છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટી નથી થઈ શકી.
આ પણ વાંચોઃ