શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકારનું થયું નિધન, જાણો ક્યા રોલના કારણે લોકોમાં હતા લોકપ્રિય ?
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ કલાકાર હસમુખ ભાવસારનું અવસાન થયું છે.
અમદાવાદ: ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ કલાકાર હસમુખ ભાવસારનું અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હસમુખ ભાવસાર ગુજરાતી સહિત અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
હસમુખ ભાવસાર ગુજરાતી ફિલ્મો સંબંધોની સનોગ્રાફી, બાપ વેચવાનો છે , બીજો દિવસ, સગપણ, ગ્રાન્ડ હોળી, મોનાલીસામાં નજર આવી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણી ગુજરાતી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. એક ડાળના પંખી તેમજ ભલા ભુસાના ભેદભરમ જેવી સીરિયલોમાં કામ કર્યું હતું. તેઓએ છેલ્લી સિરિયલ 'મામાનું ઘર કેટલે'માં કામ કર્યું હતું. તેઓ પોતાના ઘેઘૂર અવાજ માટે જાણીતા હતા. ગુજરાતી સીરિયલ ‘કાકા ચાલે વાંકા’નું નિર્માણ હસમુખ ભાવાસારે કર્યું હતું. આ સીરિયલ ખૂબજ લોકપ્રિય બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement