શોધખોળ કરો
Advertisement
MeToo: 80 જેટલી મહિલાઓનું જાતીય શોષણ કરનાર આ જાણીતા ફિલ્મ નિર્માતા દોષી જાહેર, થઈ શકે છે 25 વર્ષની સજા
વેંસ્ટીનને હાલમાં લોસ એન્જેલિસમાં તેના પર લાગેલ જાતીય શોષણના આરોપ પર સુનાવણી દરમિયન પોતાનો પક્ષ રાખવાનો છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કની એક કોર્ટે સોમવારે હોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા હાર્વે વેંસ્ટીન ફર્સ્ટ ડિગ્રી જાતીય આપરાધિક કૃત્યો અને થર્ડ ડિગ્રી દુષ્કર્મ કેસના દોષી ગણાવ્યા છે. સીએનએન ડોટ કોમના અહેવાલ અનુસાર, ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં સાત પુરુષો અને પાંચ મહિલાઓની એક જ્યૂરી લગભગ પાંચ દિવસ સુધી 26 કલાકથી વધારે સમય સુધી વિચાર વિમર્શ કર્યા બાદ એ નિર્ણય પર પહોંચ્યા છે. ત્યાર બાદ વેંસ્ટીનની ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રથમ આરોપમાં જ્યૂરીએ વર્ષ 2006માં વેંસ્ટીનની પ્રોડક્શન કંપનીમાં પૂર્વ સહાયક મિરિયમ હેલીને ઓરલ સેક્સ કરવા માટે મજબૂર કરવા પર પ્રથમ ડિગ્રીનો એક આપરાધિક સેક્સ અધિનિયમનો દોષી ગણાવ્યો. ધ ગાર્ડિયન ડોટ કોમ અનુસાર, તેના પર ફિલ્મકારને ઓછામાં ઓછા પાંચ અથવા વધુમાં વધુ 25 વર્ષની જેલની સજા થઈ શકે છે.
બીજા આરોપમાં વેંસ્ટીનને વર્ષ 2013માં ન્યૂયોર્કની એક હોટલના રૂમમાં કોઈ મહિલાની સાથે દુષ્કર્મ કરવાનો દોષી જણાયા. આ મામલે તેને વધુમાં વદુ ચાર વર્ષ સુધીની સજા થઈ શકે છે.
કોર્ટે સજાના નિર્ણય માટે આગામી સુનાવણીની તારીખ નક્કી કરી છે. સીએનએન ડોટ કોમ અનુસાર, વેંસ્ટીનને હાલમાં લોસ એન્જેલિસમાં તેના પર લાગેલ જાતીય શોષણના આરોપ પર સુનાવણી દરમિયન પોતાનો પક્ષ રાખવાનો છે.
મૈનહટન અટાર્નીએ કહ્યુ કે, આજનો આ દિવસ ખૂબ જ મોટો છે. સજા સંભળાવ્યા બાદ વેસ્ટીનને હથકડી પહેરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ હાર્વેના દિલમાં દર્દ થયો હતો અને તેના દિલના ધબકારા વધી ગયા હતા. સાથે જ હાઈ બ્લડપ્રેશરની પણ ફરિયાદ મળી હતી, જેથી તેને તરત જ ન્યૂયોર્ક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકમાં જેમ-જેમ ‘Metoo’ અભિયાનનો ખુમાર ચઢવા લાગ્યો, ત્યારે જાતીયસ સતામણીની શિકાર મહિલાઓએ હાર્વે વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાની શરૂઆત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્વેની વિરુદ્ધ 80 મહિલાઓએ જાતીય શોષણની ફરીયાદ કરી હતી. જો કે, લોસ એન્જેલસની કોર્ટમાં હજુ પણ વધારે કેસ ચાલી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement