જાણકારી મુજબ 200થી વધારે આઈટી અધિકારીઓ સાથે કર્ણાટકા પોલીસ પણ દરોડામાં મદદ કરી રહી છે. આ દરોડા દરમિયાન સ્ટાર્સના પરિવારજનો સાથે પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આઈટી વિભાગના અધિકારીઓ સંપત્તિની તપાસ કરી રહ્યા છે.
2/4
રિપોર્ટ્સ મુજબ, યશ, પુનિત રાજકુમાર, શિવરાજકુમારસ, સુદીપ અને વિજય સાથે પુછપરછ કરવામાં આવી હતી. આ તમામે અત્યાર સુધીમાં કોઈ નિવેદન નથી આપ્યું. દરોડા બાદ તમામ લોકોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. સુત્રોની જાણકારી મજુબ રેડ બેંગલુરૂ અને આસપાસના વિસ્તારમાં ચાલી રહી છે.
3/4
આ રેડ ક્યાં કારણોસર કરવામાં આવી તેની જાણકારી સામે નથી આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાળાનાણાના કારણે આ સ્ટાર્સના ઘરે આઈટીની રેડ કરવામાં આવી છે. આ રેડ કુલ 25 સ્ટાર્સના ઘરે કરવામાં આવી છે.
4/4
બેંગલુરૂ: કેજીએફ ચેપ્ટર વન ફિલ્મના એક્ટર યશના ઘરે ઈન્કમ ટેક્ષ વિભાગે રેડ કરી છે. આ રેડ ગુરૂવારે સવારે 8 વાગ્યે કરવામાં આવી હતી. સાઉથના 25 જેટલા સ્ટાર્સને ઘરે રેડ કરવામાં આવી હતી. આ સ્ટાર્સમાં શિવરાજકુમાર, પુનીત કુમાર અને કેજીએફ ફિલ્મના પ્રોડ્યૂસર વિજય કિરગંદૂર સામેલ છે.