શોધખોળ કરો
Advertisement
ટાઈગર શ્રોફ અને દિશા પટણીના રિલેશન પર પહેલીવાર બોલ્યા જેકી શ્રોફ, લગ્ન કરવા અંગે શું કહ્યું ?
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા પટણી છેલ્લા ઘણા સમયથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. ટાઈગર અને દિશા પોતાના સંબંધને લઈને અનેક વખત સંકેત પણ આપી ચુક્યા છે. ત્યારે હવે દિશા સાથે પુત્રના સંબંધ અંગે અભિનેતા જેકી શ્રોફે પ્રથમ વાર પ્રતિક્રિયા આપી છે. જેકી શ્રોફે કહ્યું કે દિશા અને ટાઈગર અત્યાર સુધી તો એકબીજાને પોતાના સારા મિત્ર હોવાનું જણાવે છે. જેકીએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે ટાઈગર અને દિશા એક બીજા માટે કેટલા ખાસ છે.
જેકી શ્રોફને ટાઈગર અને દિશા પટણીના રિલેશન અંગે પૂછવામાં આવેલા સવાલ કહ્યું કે મારા પુત્રને 25 વર્ષની ઉંમરમાં એક ખાસ છોકરી મળી ગઈ છે. જે મારા પુત્રની દોસ્ત છે. આ બન્ને સાથે ડાન્સ અને કામ પણ કરે છે. અહેવાલ અનુસાર જેકીએ કહ્યું કે ટાઈગર-દિશા પોતાના સંબંધને કોઈ પણ નામ આપી શકે છે. તેઓ ઈચ્છે તો લગ્ન પણ કરી શકે છે કાં તો બન્ને જાહેરમાં પોતાના સંબંધને સ્વીકાર કરી શકે છે. એવું પણ હોઈ શકે કે બન્ને માત્ર મિત્ર જ બન્યા રહે.
જેકી શ્રોફ અનુસાર આ તમામ વાતો આ બન્ને પર નિર્ભર છે. દિશાની પ્રશંસા કરતા જેકીએ કહ્યું કે દિશા એક આર્મી કુંટુંબ સાથે સંબંધ ધરાવે છે. એવામાં દિશા અનુશાસન અને પ્રેશર બન્નેનો મતલબ સારી રીતે જાણે છે અને સમજે છે તેથી આ બધી વાતો તેના પર નિર્ભર કરે છે.View this post on Instagram
જણાવી દઈએ કે જેકી શ્રોફ અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પિતાની ભૂમિકામાં નજર આવનાર છે. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળશે. ફિલ્મ ઈદના દિવસે 5 જૂન 2019ના રોજ રિલીઝ થવાની છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement