શોધખોળ કરો
જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના'નું ટ્રેલર થયું રિલીઝ, અહીં જુઓ
અભિનેત્રી જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ગુંજન સક્સેનાનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ધર્મા પ્રોડક્શન તરફથી આ ફિલ્મના ટ્રેલરને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: અભિનેત્રી જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ગુંજન સક્સેનાનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ધર્મા પ્રોડક્શન તરફથી આ ફિલ્મના ટ્રેલરને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રથમ ટ્રેલરમાં એરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાના સપનાઓ અને સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે. ટ્રેલર જોવામાં ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. ટ્રેલર મુજબ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, ગુંજન સક્સેના બનેલી જાહ્નવી કપૂરના પિતાની ભૂમિકા નિભાવી રહ્યા છે, જે દિકરીને દરેક મુશ્કેલીઓમાં લડવા અને તેમાંથી શીખવાની પ્રેરણા આપે છે. આ ફિલ્મ મહિલા પાયલટ ગુંજન સક્સેનાની જિંદગી પર આધરિત છે, જેને ધ્યાનમાં રાખતા એક મહિલાના સંઘર્ષોને ટ્રેલરમાં જગ્યા આપવામાં આવી છે. ટ્રેલરમાં જાહ્નવી કપૂર, પંકજ ત્રિપાઠી સિવાય અંગદ બેદી પણ જોવા મળી રહ્યો છે, જે જાહ્નવી કપૂરના ભાઈની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અંગદ એક આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ પહેલા થિયેટરમા રિલીઝ થવાની હતી પરંતુ કોરોના સંકટના કારણે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ 12 ઓગષ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
વધુ વાંચો





















