પોલીસ અનુસાર, ઝાફરીએ આરોપ લગાવ્યો છે કે આમાં એક ‘આપત્તિજનક’ દ્રશ્ય છે જે ધર્મ અને ધાર્મિક લાગણીને દુભાવી રહ્યો છે, આનાથી અમારા સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે
2/7
હૈદરાબાદઃ બૉલીવુડના સ્ટાર જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના નિર્માતાઓ વિરુદ્ધ એક સમુદાયે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે, તેમને કેસ પણ નોંધાવી દીધો છે. સૈયદ અલી ઝાફરીએ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફરિયાદ નોંધાવી દીધી હતી.
3/7
‘સત્યમેવ જયતે’નું નિર્દેશન મિલાપ ઝાવેરીએ કર્યુ છે, સાથે જ આનું રાઇટિંગ પણ મિલાપે જ કર્યુ છે. ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મનોજ વાજપેયી અને આયશા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
4/7
પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે કાલે સાંજે ફિલ્મ નિર્માતા કંપની એમી એન્ટરટેઇન્ટમેન્ટ અને અન્યના વિરુદ્ધ આઇપીસીની કલમ 295 એ (ઇરાદાપૂર્વક તથા વિદ્વેશપૂર્ણ કૃત્ય જેનો અર્થ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે) અને સિનેમેટ્રોગ્રાફ અધિનિયમની સંબંધિત કલમો અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે.
5/7
6/7
7/7
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આગામી મહિને રિલીઝ થવાની છે. ફરિયાદ હૈદરાબાદના દબીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.