કન્નડ અભિનેતા Chetan Kumarને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, હિન્દુત્વને લઈને કરી હતી વિવાદાસ્પદ ટ્વિટ
Chetan Kumar: કન્નડ અભિનેતા ચેતન કુમારને બેંગ્લોરની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. તેના પર વિવાદાસ્પદ ટ્વીટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
Chetan Kumar Judicial Custody: કન્નડ અભિનેતા અને સામાજિક કાર્યકર ચેતન કુમારને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં મંગળવારે બેંગલુરુની અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ બેંગલુરુ પોલીસે ચેતનની ધરપકડ કરી હતી. અભિનેતાએ પોતાના ટ્વીટમાં હિન્દુત્વની ટીકા કરી હતી. ચેતનની બેંગલુરુ પોલીસે 21 માર્ચે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ચેતનના આ ટ્વિટ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
બેંગ્લોરના શિવકુમાર દ્વારા ચેતન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ બેંગલુરુના શેષાદ્રિપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં ચેતનના ટ્વીટને ટાંકવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે "હિંદુત્વ જુઠ પર બન્યું છે સાવરકર - ભારતીય રાષ્ટ્રની શરૂઆત ત્યારે થઈ જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા - જૂઠ, 1992માં બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ છે - એક જૂઠ, 2023 ઉરીગૌડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે- એક જુઠ, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે - સત્ય સમાનતા છે.
ચેતન પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ ટ્વિટ્સ દ્વારા ચેતને બહુમતી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. જાતિઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી અને કોમી રમખાણો ભડકાવ્યા.
ચેતન સામે અગાઉ પણ કેસ નોંધાયેલો છે
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત વિશે ટ્વિટ કરવા બદલ કન્નડ અભિનેતા પર ગયા વર્ષે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે દીક્ષિત હિજાબ પ્રતિબંધ કેસની સુનાવણી કરતી બેન્ચનો ભાગ હતા. પોતાના ટ્વિટમાં ચેતને કહ્યું કે જસ્ટિસ દીક્ષિત જેઓએ એક રેપ મામલે પરેશાન કરનાર ટિપ્પણી કરી હતી. હવે તેઓ નક્કી કરી રહ્યા છે સરકારી શાળામાં હિજાબ મંજૂર છે કે નહી. અને સવાલ કર્યો કે તેમની પાસે આવી કરવાની સ્પષ્ટતા છે
આ પણ વાંચો: Kangana Ranautની ચેતવણી બાદ Diljit Dosanjhએ તોડ્યું મૌન, બોલ્યો- ‘મેરા પંજાબ ફલતા ફૂલતા રહે’
Diljit Dosanjh On Kangana Ranaut: તાજેતરમાં પંજાબ પોલીસે કટ્ટરપંથી શીખ ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી, જે બાદ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ કંગનાના ટોણા બાદ દિલજીતે પણ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે.
કંગનાની ચેતવણી બાદ દિલજીતે મૌન તોડ્યું
દિલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પંજાબીમાં લખ્યું, ‘મેરા પંજાબ ફલતા ફૂલતા રહે’ ગાયક-અભિનેતાએ તેની પોસ્ટમાં ફોલ્ડ હેન્ડ ઇમોજી પણ ઉમેર્યું છે. જો કે કંગનાની આ પોસ્ટ પર કોઈ સીધી પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કંગનાએ દિલજીતને આ ચેતવણી આપી હતી
અગાઉ કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલજીતને પોલીસ દ્વારા ધરપકડ સામે ચેતવણી આપી હતી. તેણે 'પોલ્સ આ ગઇ પોલ્સ'નો ઉપયોગ કર્યો હતો જે પંજાબ પોલીસની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યું છે. કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટમાં દિલજીત દોસાંઝને ચેતવણી આપી હતી કે, “ખાલિસ્તાનીઓને સમર્થન આપનારા બધા યાદ રાખો કે આગળનો નંબર તમારો છે, પોલ્સ આવી ગઇ છે. આ એ સમય નથી જ્યારે કોઈ કંઈ પણ કરતું હતું. દેશ સાથે દગો કરવાનો કે તોડવાનો પ્રયાસ કરવો હવે મોંઘો પડશે, પોલીસ અહીં છે. હવે તેઓ જે ઈચ્છે તે નહી કરી શકે. દેશ સાથે ગદ્દારી કરવી છે તમને મોંઘી પડશે.
કંગનાએ બીજી પોસ્ટ કરીને દિલજીત પર નિશાન સાધ્યું
કંગનાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું, “પહેલાં તો આ દિલજીત ખૂબ ધમકીઓ આપતો હતો. હવે તેઓ ક્યાં છુપાઈને બેઠા છે બધા. કોના દમ પર ઊછળી રહ્યા હતા અને હવે કોના ડરથી ડરી ગયા?? મહેરબાની કરીને સમજાવો
વર્ષ 2020માં કંગના અને દિલજીત વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું
તમને જણાવી દઈએ કે કંગના અને દિલજીત દોસાંઝ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ 2020માં શરૂ થયું હતું જ્યારે દિલજીતે તેને ખોટો દાવો કરવા બદલ સુધાર કર્યો હતો અને કહ્યું હતું કે કિસાન વિરોધમાં ભાગ લેનારી વૃદ્ધ શીખ મહિલા શાહીન બાગ દાદી, બિલકિસ બાનો જેવી જ મહિલા છે. તે બાદ તેઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બંનેએ એકબીજા પર ખૂબ જ ખરાબ રીતે નિશાન સાધ્યું હતું