શોધખોળ કરો
સાઉથની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કરણ જોહરે રિમેક બનાવવાની કરી જાહેરાત
વિજય દેવરકોંડાની અર્જુન રેડ્ડીની રિમેક ફિલ્મ 'કબીર સિંહે' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ તેમની વધુ એક ફિલ્મની હિન્દી રિમેક બનાવવાની કરણ જોહરે જાહેરાત કરી દીધી છે.
મુંબઈ: બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક બનવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અર્જુન રેડ્ડીની રિમેક ફિલ્મ 'કબીર સિંહે' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ત્યારે હવે અર્જુન રેડ્ડીના સ્ટાર વિજય દેવરકોંડાની વધુ એક ફિલ્મ 'ડિયર કોમરેડ' આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે કારણ કે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરે રિલીઝ પહેલાં જ આ ફિલ્મની હિન્દી રિમેક બનાવવાની જાહેરાત કરી દીધી છે.
કરણ જોહરે વિજય દેવરકોંડાની આગામી તેલુગુ ફિલ્મ ડિયર કોમરેડના સ્પેશિયલ સ્ક્રિનિંગ પછી ટ્વિટર પર તેના વખાણ કર્યા હતા. કરણે પોસ્ટમાં એક્ટર વિજય અને રશ્મિકા મંદાનાની એક્ટિંગના પણ વખાણ કર્યા હતા.
કરણે આ સાથે જાહેરાત કરી છે કે તેઓ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવા અતિ ઉત્સાહી છે. તેમણે કહ્યું છે કે મને આ જાહેરાત કરતા ભારે ખુશી થઈ રહી છે.All the best and big success to the team of #DearComradeOnJuly26th ! Also a CLARIFICATION! No lead actors have been considered or approached for the film as yet! The planning for this lovely film is underway!
— Karan Johar (@karanjohar) July 25, 2019
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્જુન રેડ્ડી સાથે ધમાલ મચાવી દેનાર એક્ટર વિજય દેવરકોંડા સતત ચર્ચામાં છે. દક્ષિણ ભારતમાં વિજયની લોકપ્રિયતા જોઈને ડિયર કોમરેડ 26 જુલાઈના દિવસે તામિલ , તેલુગુ , કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement