નોંધનીય છે કે, કૉફી વિથ કરણ શૉમાં કરણ જોહરના સવાલોના જવાબ આપતા હાર્દિક પંડ્યાએ મહિલાઓ સામે અશ્લીલ ટિપ્પણી કરી હતી, ત્યારબાદ વિવાદ વધતા બીસીસીઆઇએ હાર્દિક અને રાહુલને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દીધા હતા. એટલું જ નહીં દેશભરમાં હાર્દિકને લઇને વિરોધ ચાલી રહ્યો છે.
2/4
કરણે કહ્યું કે, આ ઘટના માટે હું જવાબદાર છું, મને સમજાતુ નથી કે આ ડેમેજને કઇ રીતે યોગ્ય કરું, હું કેટલીય રાતોથી ઊંગ્યો નથી, મારી વાતોને કોણ સાંભળશે, આ મામલો મારા અધિકાર ક્ષેત્રની બહાજ જઇ ચૂક્યો છે.
3/4
મુંબઇઃ બૉલીવુડના ફેમસ પ્રૉડ્યૂસર કરણ જોહરે શૉ કૉફી વિથ કરણમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની સાથે જે થયુ તેને લઇને પહેલીવાર પોતાનુ મૌન તોડ્યુ છે. કરણે આ અંગે માફી માગી છે અને કહ્યું કે હું આ ઘટનાને લઇને ખુબ જ પરેશાન છું, મારા કારણે હાર્દિક અને રાહુલને બોજ ઝીલવો પડી રહ્યો છે.
4/4
કરણ જોહરે એક મીડિયાની સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, કૉફી વિથ કરણ મારો શૉ છે અને હું આ આખી ઘટના માટે જવાબદાર છું. હાર્દિક અને રાહુલને મેં શૉમાં ઇન્વાઇટ કર્યા હતા.