શોધખોળ કરો
Advertisement
બોલીવૂડમાં એન્ટ્રી કરશે કરિશ્મા કપૂરની દિકરી સમાયરા ? એક્ટ્રેસે આપ્યો જવાબ, જાણો
એક્ટ્રેસ કરિશ્મા કપૂરની દિકરી સમાયરાની પણ બોલીવૂડમાં એન્ટ્રીને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે. હવે એક્ટ્રેસ કરિશ્માએ તેના પર જવાબ આપ્યો છે.
મુંબઈ: 2019ના વર્ષમાં ઘણા બોલીવૂડ સેલેબ્સના દિકરાઓએ ડેબ્યૂ કર્યું છે. દર વર્ષે નવા સ્ટાર કિડ્સ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, બોની કપૂરની દિકરી ખુશી કપૂર અજય દેવગનની દિકરી ન્યાસા દેવગન જેવા સ્ટાર કિડ્સની બોલીવૂડમાં એન્ટ્રીને લઈનને ચર્ચાઓ થતી રહે છે. જ્યારે એક્ટ્રેસ કરિશ્મા કપૂરની દિકરી સમાયરાની પણ બોલીવૂડમાં એન્ટ્રીને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે. હવે એક્ટ્રેસ કરિશ્માએ તેના પર જવાબ આપ્યો છે.
એક મીડિયા વેબસાઈટ સાથેની વાતચીતમાં જ્યારે કરિશ્માને પુછવામાં આવ્યું કે શુ તમારી દિકરી સમાયરા બોલીવૂડમાં એન્ટ્રી કરવાની છે ? જેના જવાબમાં કરિશ્માએ કહ્યું આ સત્ય નથી. મારી દિકરી અને તેના મિત્રોને ફિલ્મો સાથે જોડાયેલી દરેક વસ્તુઓમાં રસ છે, હવે તે પડદાની પાછળ છે કે કેમેરા સામે તે હુ નથી જાણતી. તેઓ હાલ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને શીખી રહ્યા છે. એટલે હાલ કોઈ યોજના નથી.
શુ તમે સમાયરાને પોતાની જેમ એક્ટ્રેસ બનતા જોવા માંગો છો? આ સવાલના જવાબમાં કરિશ્માએ કહ્યું ઈમાનદારીથી કહુ તો તે તેના ઉપર છે. હુ ક્યારેય તેને ફોર્સ નહી કરૂ. પરંતુ હુ મારા બાળકોના દરેક નિર્ણય સાથે ઉભી રહીશ. મારુ માનવું છે કે પોતાના પર વિશ્વાસ રાખો અને જે તમને ખુશ રાખે તે કરો.
કરિશ્મા કપૂરે થોડા સયૃમય પહેલા જ એકતા કપૂરની વેબ સીરીઝ મેન્ટહુડથી ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. વેબ સીરીઝ મેન્ટલહુડને ખૂબ પસંદ કરવામાં આવી છે. કરિશ્મા કપૂરના પણ વખાણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
ગુજરાત
Advertisement