શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં કલમ 370 કેન્સર હતુ, હવે તેની સારવાર કરાઇ છેઃ અનુપમ ખેર
આ કલમને ખત્મ કરીને જમ્મુ કાશ્મીરને આપવામાં આવતો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કરી દેવાયો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ કાશ્મીરને લઇને ઐતિહાસિક નિર્ણય કરતા કલમ 370ને ખત્મ કરી દીધો છે. જમ્મ કાશ્મીર પુનઃગઠન બિલને રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યું છે. આ કલમને ખત્મ કરીને જમ્મુ કાશ્મીરને આપવામાં આવતો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કરી દેવાયો છે. હવે તે કેન્દ્રશાસિત પ્રદેશ ગણાશે.
બોલિવૂડ અને પાકિસ્તાનના એક્ટર્સે ભારતના આ પગલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક્ટર અનુપમ ખેરે પોતાના અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી, અનુપમ ખેરે ટ્વિટમાં કહ્યું કે, કાશ્મીરી પંડિત હોવાના કારણે તેમને ખૂબ ખુશી થઇ રહી છે. તેમણે કહ્યું કે, આજનો દિવસ આપણા ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ તરીકે ઓળખવામાં આવશે. કલમ 370ને જમ્મુ કાશ્મીરથી મોદી સરકાર દ્ધારા હટાવવામાં આવી છે. એક કાશ્મીરી હોવાના કારણે મારી આંખ સામે આવુ થતા જોવું મારા માટે ઇમોશનલ અને પાવરફુલ છે. 370 એક કેન્સર હતુ જેની હવે સારવાર કરવામાં આવી છે.I HAVE WOKEN UP IN NY TO THE BEST NEWS OF MY LIFE ABOUT KASHMIR. AND ON THE DAY MY AUTOBIOGRAPHY #LessonsLifeTaughtMeUnknowingly RELEASES! WHAT BETTER GIFT LIFE STORY OF A KASHMIRI BOY COULD GET. THANK YOU GOD, #GovtOfIndia, PM @narendramodi, @AmitShah. CONGRATULATIONS INDIA.🇮🇳🇮🇳
— Anupam Kher (@AnupamPKher) August 5, 2019
નોંધનીય છે કે મોદી સરકારના આ નિર્ણય બાદ દેશભરમાંથી લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. આજે ભારત માટે ઐતિહાસિક દિવસ છે અને આ ચર્ચા ખૂબ લાંબા સમય સુધી ચાલશે. અનુપમ ખેર હાલમાં ન્યૂયોર્કમાં છે.Anupam Kher in New York: Today marks a remarkable day in the history of our great nation India. The most damaging #Article370 has been abolished by Modi govt from J&K. Being a Kashmiri myself, it’s an emotionally powerful moment to witness history unfold before my own eyes. pic.twitter.com/VpvgL8uUB7
— ANI (@ANI) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion