જણાવીએ કે, વિતેલા દિવસોમાં કેટરીનાએ દીપિકાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી છે. ત્યાર બાદથી જ બન્ને વચ્ચે મિત્રાતની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મની વાત કરીએ તો શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સ્ટારર ડાયરેક્ટર આનંદ એલ રાયની ઝીરો 21 ડિસેમ્બરે રિલીઝ થશે.
2/4
કેટરીનાએ આગળ કહ્યું કે, અમે બધાએ ઘણો સમય સારે વિતાવ્યો અને સવાર સુધી અમે દિલ ખોલીને ડાન્સ કર્યો. મેં ત્યાં એટલી બધી ચોકલેટ ખાઈ લીઘી કે ભાગ્યે જ હવે તે મને કોઈ ફંક્શનમાં ફરી બોલાવશે.
3/4
ઇવન્ટ દરમિયાન જ્યારે કેટરીના પૂછવામાં આવ્યું કે, દીપિકા-રણવીરની રિસેપ્શનમ પાર્ટીમાં જવા અને ઇન્સ્ટાગ્રામ પર એક બીજાને ફોલો કરવા, દીપિકા સાથે નવી મિત્રતાની શૂઆત છે તેના પર કેટરીનાએ કહ્યું કે, ઘણાં બધા લોકો મને આ જ સવાલ પૂછે છે. મને લગ્નનું આમંત્રણ મળ્યું અને હું એવી વ્યક્તિ છું જે પોતાના વિચારોને ભાવુક થઈને તરત પ્રગટ નથી કરતી. મને મનથી એવું લાગ્યું કે મારે જવું જોઈએ અને હું ગઈ.
4/4
મુંબઈઃ એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ઝીરોને લઈને ચર્ચામાં છે. ફિલ્મના ગીત ‘હુસ્ન પરચમ’માં કેટરીના સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. બુધવારે આ ડાન્સ નંબરને લઈને મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટરીનાએ ફિલ્મ, શાહરૂખ ખાન અને રણવીર-દીપિકાને લઈને વાત કરી.