એવા પણ અહેવાલ છે કે આગામી એપિસોડમાં ડો. હાથીના પાત્રની ખૂબ જરૂર છે. તેથી નિર્માતાઓ જલદીથી કોઈ એક્ટરને ફાઇનલ કરવાની કોશિશમાં છે. ડો. હાથીનું પાત્ર ભજવનાર અભિનેતા આઝાદની જેમ દર્શકોને પ્રભાવિત કરે તેમ નિર્માતાઓ ઈચ્છતા હોવાથી નવા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
2/4
અહેવાલ મુજબ કવિ કુમાર આઝાદના નિધન બાદ નિર્માતા ડો. હાથીના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ એક્ટરની પસંદગી કરવામાં આવી નથી. નિર્માતા નવા ડો. હાથીનું કોમિક ટાઇમિંગ આઝાદ સાથે મેળ ખાતું હોય તેવા એક્ટરની શોધમાં છે. પરંતુ આટલા દિવસો વીતવા છતાં સફળતા મળી શકી નથી.
3/4
શોમાં ડો. હાથીનો રોલ કરતાં અભિનેતા કવિ કુમાર આઝાદનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આટલા દિવસો વીતી જવા છતાં પાત્ર માટે લાયક એક્ટર નથી મળ્યો.
4/4
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા આજકાલ એક અનોખી પરેશાનીમાં છે. સબ ટીવીના સૌથી લોકપ્રિય શોના એક કેરેકટરનું રિપ્લેસમેન્ટ હજુ સુધી મળી રહ્યું નથી. છેલ્લા થોડા દિવસોથી આ શો તેમના વગર જ ચાલી રહ્યો છે.