ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર નથી કેઆરકે પોતાના કોઇ ટ્વીટને લઇને ચર્ચામાં આવ્યા હોય. તે હંમેશા પોતાના વિવાદીત ટ્વીટના કારણે ચર્ચામાં રહે છે અને તે પોતાને બૉલીવુડ ફિલ્મોનો આલોચક કહે છે.
3/5
કેઆરકેએ બધાને પસંદ આવેલી ફિલ્મ બાહુબલીની પણ નિંદા કરી હતી. તેને પૉસ્ટર બૉયઝ અને ઝુડવા 2 પર પણ નિશાન સાધ્યુ હતું.
4/5
નવી દિલ્હીઃ ફિલ્મ ક્રિટિક અને પ્રૉડ્યૂસર કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે #MeToo મૂવમેન્ટની લહેરની વચ્ચે એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. કમાલને પોતાની મુંબઇ અને દુબઇની ઓફિસમાંથી બધી મહિલા કર્મચારીઓને કાઢી મુકી છે. ટ્વીટ કરીને કેઆરકેએ જણાવ્યુ કે આમ કરવા માટે મને મારી પત્નીએ કહ્યું હતું.
5/5
કેઆરકેએ લખ્યું કે, 'હાં, એ 100 ટકા સાચુ છે કે હું પત્નીનો ગુલામ છું, એટલા માટે મે તેનો ઓર્ડર માન્યો અને મારી ભારત અને દુબઇની ઓફિસમાં કોઇ મહિલા કર્મચારી નથી. હવે ના કોઇ છોકરી સાથે વાતચીત ના કોઇ પાર્ટી, ધન્યવાદ.'