શોધખોળ કરો
Advertisement
વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો આ એક્ટર, ડિરેક્ટરે તાત્કાલીક....
મુંબઈઃ અભિનેતા, કુણાલ કેમૂ પોતાની વેબ સીરીઝ ‘અભય.ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. શૂટિંગના સેટ પરથી મળેલી જાણકારી અનુસાર, સોમવારે પીછો કરવાના એક મહત્ત્વનું દ્રશ્ય શૂટ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની, જેમાં કુણાલ ઈજાગ્રસ્ત થઈ ગયો.
કુણાલ જ્યારે એક ભૂમિકાનો પીછો કરી રહ્યો હતો, ત્યારે તે લપસી ગયો અને તેના ઘૂંટણ અને એક ખભ્ભામાં ઈજા થઈ ગઈ. નિર્માતા તાત્કાલીક મદદ માટે પહોંચ્યા અને ડોક્ટરે કુણાલને થોડા દિવસ માટે બેડ રેસ્ટની સલાહ આપી છે.
ડાયરેક્ટર કેન ઘોષે એક નિવેદમાં કહ્યું, અમે અભય માટે પીછો કરવાના એક દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન કુણાલ લપસી ગયો અને મેં વીડિયોમાં જોયું કે તેનો ખભ્ભો અને માથું જમીન પર ઘસાઈ ગયું. આ ખૂબ જ ડરામણું હતું. અમે શૂટિંગ તાત્કાલીક રોકી દીધું અને ડોક્ટરને બોલાવ્યા. તેને ખૂબ જ દુખાવો થયો અને તેને પેન કીલર દવા આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement