Patch Up: છૂટાછેડાના બે વર્ષ બાદ ફરીથી પહેલા પતિના પ્રેમમાં પડી આ હૉટ એક્ટ્રેસ, શેર કરી કિસ કરતી તસવીર, ને પછી...
સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ અનઆર્કાઇવ કર્યા છે. સામંથાએ નાગાના જન્મદિવસ પર લગ્નનો ફોટો પૉસ્ટ કર્યો હતો જેમાં તે નાગાને કિસ કરતી જોવા મળી રહી છે.
Samantha Ruth Prabhu Instagram: સાઉથ સિનેમાનો સુપર સ્ટાર નાગા ચૈતન્ય અને હૉટ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુને લઇને ફરી એકવાર ચર્ચાઓ વધી ગઇ છે, આ બન્ને, કપલે ઓક્ટોબર 2021માં તેમના છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. સાઉથના આ સુપરસ્ટાર કપલના છૂટાછેડા વિશે જાણ્યા પછી બધા પરેશાન થઈ ગયા. સામંથાએ કહ્યું હતું કે, તેના અને નાગા વચ્ચે તમામ સારી વસ્તુઓ સમાપ્ત થઈ નથી. છૂટાછેડાની જાહેરાત કર્યા પછી સામંથાએ નાગા સાથેની તમામ તસવીરો સ્ટૉર કરીને રાખી હતી. હવે સામંથાએ કંઈક એવું કર્યું છે જે પછી બધાને લાગે છે કે આ કપલ વચ્ચે બધું બરાબર ઠીક ચાલી રહ્યું છે. સામંથાએ નાગા સાથેની તેની કેટલીય તસવીરો અનઆર્કાઇવ કરી છે. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ અનઆર્કાઇવ કર્યા છે. સામંથાએ નાગાના જન્મદિવસ પર લગ્નનો ફોટો પૉસ્ટ કર્યો હતો જેમાં તે નાગાને કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો ફરી એકવાર જોયા બાદ ફેન્સ પણ કેટલીય કૉમેન્ટો કરી રહ્યા છે.
સામંથાએ આ રીતે કર્યુ હતુ બર્થડે વિશ -
ફોટો શેર કરતી વખતે સામંથાએ લખ્યું હતું - હેપ્પી બર્થડે, મારું બધું. હું ઈચ્છાઓ માંગતી નથી, હું દરરોજ પ્રાર્થના કરું છું કે ભગવાન તમને જે જોઈએ છે તે બધું આપે. આઇ યૂ ફૉરેવર. સામંથાએ વર્ષ 2017માં નાગાના જન્મદિવસ પર આ પૉસ્ટ શેર કરી હતી.
View this post on Instagram
ફેન્સે કરી કૉમેન્ટ્સ
સામંથાની આ પૉસ્ટ પર ફેન્સે કૉમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક ફેન્સે લખ્યું- સાચા પ્રેમને પાછા આવવાની આદત હોય છે. જ્યારે બીજાએ લખ્યું- આ પૉસ્ટ ફરીથી જોઈને આનંદ થયો.
ગયા વર્ષે નાગા ચૈતન્યએ તેના અને સામંથાના અલગ થયા પછી ચૂપ રહેવા પાછળનું કારણ જણાવ્યું હતું. ETimes સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં નાગાએ કહ્યું હતું - અમે બંને જે પણ કહેવા માગતા હતા, અમે બંનેએ તેના વિશે નિવેદન આપ્યું હતું. મેં હંમેશા મારા અંગત જીવન સાથે આમ જ કર્યું છે. હું મીડિયાને એવી વસ્તુઓ વિશે જાણ કરું છું જે મને લાગે છે કે શેર કરવાની અને આગળ મૂકવાની જરૂર છે, પછી ભલે તે સારી હોય કે ખરાબ. હું બહાર આવું છું, એક નિવેદન દ્વારા લોકોને તેના વિશે કહું છું અને બસ. અમારા કિસ્સામાં સામંથા આગળ વધી છે, હું આગળ વધું છું અને મને આનાથી વધુ દુનિયાને કહેવાની જરૂર નથી લાગતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram