શોધખોળ કરો
Advertisement
સિંગર બની બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ, આ વર્ષે રિલીઝ કરશે પ્રથમ આલબમ
અભિનેત્રી માધુરી દીક્ષિત નેને ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતી અને લોકપ્રિય છે.
મુંબઈઃ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતી અને લોકપ્રિય છે. હાલમાં જ માધુરીએ પોતાની આગામી ફિલ્મ કલંકનું ગીત ‘તબાહ હો ગયે’ રિલીઝ કર્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં માધુરી બિલકુલ પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહી છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે માધુરી એક્ટિંગ અને ડાન્સ બાદ હવે સિંગર બનવા જઈ રહી છે.
માધુરીએ આ અંગે જણાવ્યું હતું કે અભિનય અને નૃત્યના શોખ પૂર્ણ કર્યા બાદ હું પ્રોફેશનલ લેવલ પર સિગિંગમાં હાથ અજમાવી રહી છું. મારું પહેલુ આલબમ બનીને તૈયાર થઈ ગયું છે જે આ વર્ષે જ રિલીઝ કરવાની મારી યોજના છે. જો કે માધુરીએ અગાઉ ફિલ્મ ગુલાબ ગેંગમાં રંગી સારી નામનું ગીત ગાયું છે. માધુરીએ જણાવ્યું કે, તે એક ઇંગ્લિશ આલબમ હશે જેમાં 6 ગીત હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion