શોધખોળ કરો
Advertisement
મલાઈકાને પૂછ્યું માખણ શેમાંથી બને છે?, તો એક્ટ્રેસે આપ્યો આવો જવાબ
આ મીમને ખુદ મલાઇકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી શેર કરી છે. જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા તેના ફોટા અને વીડિયોને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેનું એક મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક સવાલના જવાબ તરીકે મલાઇકાનો ફોટો લગાવવામાં આવ્યો છે.
આ મીમને ખુદ મલાઇકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી શેર કરી છે. જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મલાઇકાએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને લખ્યું, “જો ઘી માખણમાંથી બને છે તો માખણ શેમાંથી બને છે”. જેના જવાબમાં મલાઈ ન લખીને એકટ્રેસની તસવીર શેર કરવામાં આવી છે. કારણકે જો કોઈ વ્યક્તિ એક્ટ્રેસનો ફોટો જોઈને તેનું નામ લેશે તો જવાબ મળી રહેશે.
થોડા દિવસો પહેલા મલાઇકાએ યોગની મુદ્રામાં તસવીર શેર કરીને લખ્યું હતું. ફિટનેસનો સૌથી મોટો નિયમ છે કે રજા હોય કે ન હોય, વર્કઆઉટ ક્યારેય બંધ ન થવું જોઈએ.
મલાઇકા અર્જુન કપૂર સાથે આ વર્ષે લગ્ન કરી શકે છે. બંનેએ હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું પરંતુ જે રીતે જાહેરમાં જોવા મળે છે, એકબીજાના ફોટા પર કમેન્ટ, લાઇક કરે છે તેના પરથી જલ્દી આ બંને લગ્નગ્રંથીથી જોડાશે તેવી અટકળો થઈ રહી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement