શોધખોળ કરો
Advertisement
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ સુપરસ્ટાર સાથે બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, ફિલ્મનું શૂટિંગ થયું શરૂ
ડેબ્યૂ ફિલ્મને લઈને ઉત્સાહિત માનુષીએ કહ્યું કે તેનું અત્યાર સુધીનું જીવન એક ઇનિંગની કહાની જેવું છે, હવે તે પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહી છે. આ ફિલ્મ મારા જીવનનો એક નવો રોમાંચક અધ્યાય છે.
મુંબઈ: વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. માનુષી બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’થી ડેબ્યૂ કરશે. આ ફિલ્મને દિગ્ગજ ડાયરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડાયરેક્ટ કરી રહ્યાં છે. જેની કહાણી નિડર રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને વીરતા પર આધારિત છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજના પાત્રમાં જોવા મળશે જ્યારે માનુષી છિલ્લર પૃથ્વીરાજના જીવનનો પ્રેમ ‘સંયોગિતા’ની ભૂમિકા ભજવશે.
ડેબ્યૂ ફિલ્મને લઈને ઉત્સાહિત માનુષીએ કહ્યું કે તેનું અત્યાર સુધીનું જીવન એક ઇનિંગની કહાની જેવું છે, હવે તે પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહી છે. તેણે કહ્યું કે, “હું આ જર્નીના માધ્યમથી થનારી લર્નિંગને લઈ ખૂબજ ખુશ અને રોમાંચિત છું. મારા જીવનમાં અત્યાર સુધી વાસ્તવમાં એક પરી કથા છે. જેમાં મિસ ઇન્ડિયા બનવાથી લઈને મિસ વર્લ્ડ બનવા સુધી અને મારી ફિલ્મ તરીકે આટલો મોટો પ્રોજેક્ટ પ્રાપ્ત કરવા સુધી છે. આ ફિલ્મ મારા જીવનનો એક નવો રોમાંચક અધ્યાય છે.”
ફિલ્મ પૃથ્વીરાજ યશ રાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.
અમદાવાદની હોટલમાં મ્યૂઝિક ડાયરેક્ટર શેખરે માત્ર 3 ઈંડાના ચૂકવ્યા 1672 રૂપિયા, જાણો
સલમાન ખાનના ગીત પર આ ‘દેશી કપલે’ કર્યો ડાન્સ, વીડિયો થયો VIRAL
બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion