શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માએ મહિલા ક્રિકેટરને પૂછ્યું, મેદાનમાં જતા પહેલા મેકઅપ કરો છો ? મળ્યો આવો જવાબ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી મિતાલી રાજે કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં અનેક રહસ્યો ખોલ્યા
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી મિતાલી રાજે કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં અનેક રહસ્યો ખોલ્યા હતા. મિતાલી સિવાય ઝૂલન ગોસ્વામી, વેદા કૃષ્ણમૂર્તિ પણ શોમાં જરે પડશે. આ ક્રિકેટર ન માત્ર તેમની જિંદગી સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપશે પણ મોજ મસ્તી પણ કરશે. આ દરમિયાન મિતાલી રાજે મેદાનમાં ઉતરતા પહેલા શું કરે છે તેનો પણ ખુલાસો કર્યો હતો.
કપિલ શર્માએ પૂછ્યું કે, શું ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશ્વના અન્ય ક્રિકેટરોની જેમ મેદાન પર ઉતરતી વખતે મેકઅપ કરવાનું પંસદ કરે છે ? જેના જવાબમાં મિતાલી રાજ કહે છે કે બોલિંગ દરમિયાન હું કાજલ લગાવું છું અને મેદાન પર રમવા જાઉં છું. સમગ્ર ટીમ અંધવિશ્વાસુ છે. જેમકે જો ટીમનો કોઇ સભ્ય વાળ કાપે તો વધારે વિકેટ લેવાની સંભાવના વધી જાય છે.
કપિલ શર્માએ મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી અને વેદ કૃષ્ણમૂર્તિ સાથે ખૂબ મસ્તી કરી હતી. મિતાલી રાજે ભારત તરફથી 203 વન ડેમાં 7 સદી અને 52 અડધી સદીની મદદથી 6720 રન બનાવ્યા છે. 87 ટી 20માં તેણે 2314 રન અને 10 ટેસ્ટમાં 663 રન નોંધાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement