શોધખોળ કરો
Advertisement
બોલીવૂડનો આ અભિનેતા થયો કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી
અભિનેતાએ સોમવારે રાત્રે ટ્વિટ કરી પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી શેર કરી હતી.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા હર્ષવર્ધન રાણે કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. હાલ તે હોમ ક્વોરન્ટાઈન છે. અભિનેતાએ સોમવારે રાત્રે ટ્વિટ કરી પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી શેર કરી હતી.
તેણે કહ્યું, મને તાવ અને પેટમાં દુખાવો થતા હુ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ત્યાં તેમણે કહ્યું કે સામાન્ય વાયરલના લક્ષણો હોઈ શકે છે, કારણ કે મારા ફેફસા એકદમ ઠીક છે અને કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યા. તેમણે કોરોના ટેસ્ટ કર્યો.
રાણેએ કહ્યું, મારા આરોગ્ય સેતુ એપના મુજબ હવે હુ કોવિડ-19થી સંક્રમિત છુ. હવે હુ 10 દિવસ ક્વોરન્ટાઈન રહીશ. આ સિવાય અભિનેતાએ કહ્યું કે તે પોતાના પ્રશંસકો સાથે એક સારા સમાચાર શેર કરવા ઈચ્છતો હતો પરંતુ હાલ આ યોજના ટાળી દિધી છે.
તેણે કહ્યું, હું હવે તમને બધાને સારા સ્વાસ્થ્ય અને સારા સમાચાર સાથે મળીશ. રાણે હવે ફિલ્મ નિર્માતા બિજોય નમ્બિયારની આગામી ફિલ્મ તૈશમા પુલકિત સમ્રાટ, કિર્તિ ખરબંદા અને જિમ સરભ સાથે જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement