શોધખોળ કરો
Advertisement
અનુષ્કાનો મોટો ખુલાસો, કહ્યું- મેં ગર્ભાશય કઢાવી નાખ્યું કારણ કે મને મોતનો ડર હતો
અનુષ્કાએ પોસ્ટમાં લખ્યું કે તેની પાસે હવે ગર્ભાશય નથી.
મુંબઈઃ જાણીતી સિતાર વાદક અનુષ્કા શંકરે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની દર્દનાક સર્જરી વિશે જણાવ્યું છે. જેના કારણે તેને ગર્ભાશય કઢાવવું પડ્યું. અનુષ્કાનું ડબલ હિસ્ટેરેક્ટોમી ઓપરેશન થયું છે, જેમાં મહિલાનું ગર્ભાશય કાઢવામાં આવે છે.
અનુષ્કા શંકરે ગયા વર્ષે ઓપરેશન કરાવીને પોતાનું ગર્ભાશય કઢાવી નાખ્યું છે. એ સિવાય તેનાં પેટમા 13 ટ્યુમર પણ હતા જેને પણ ડોક્ટરે સર્જરી કરીને કાઢી નાખી છે. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તેનાં વિશે જાણકારી આપી હતી.
અનુષ્કાએ પોસ્ટમાં લખ્યું કે તેની પાસે હવે ગર્ભાશય નથી. તેણે જણાવ્યું કે ગર્ભાશયમાં સમસ્યા હોવાનાં કારણે તેનું ગર્ભાશય 6 મહિનામાં એક ગર્ભવતી સ્ત્રી જેવડું થઈ ગયું હતું. ત્યારબાદ 13 ટ્યુમર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે આ બિમારીનાં લીધે તેની સેક્સ લાઈફ પર પણ પ્રશ્નો ઉભા થતા હતા અને મોતનો પણ ડર હતો. મે જ્યારે મારા પરિવાર સાથે વાત કરી તો હું એ જાણીને ચોંકી ગઈ કે આવું ઓપરેશન કેટલી મહિલાઓ કરાવી ચૂકી છે.
LADY BITS, by Anoushka Shankar (Swipe to read about why I no longer have a uterus, and why I decided to tell you) pic.twitter.com/60laJGTWTg
— Anoushka Shankar (@ShankarAnoushka) August 30, 2019
ત્યારબાદ અનુષ્કાએ કહ્યું કે, મે એક મહિલા સાથે વાત કરી કે આ પ્રકારની બિમારીની વાતો મહિલાઓ કેમ નથી કરતી, તો મહિલાએ જવાબ આપ્યો કે મહિલાઓની બિમારીની વાતો બધી જગ્યાએ ન કરી શકાય ને! અનુષ્કાએ આ વાત પર અફસોસ પણ વ્યક્ત કર્યો કે મહિલાઓ અને બાળકીઓને કેટલું ઘુંટણીએ પડવું પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion