શોધખોળ કરો
Advertisement
વર્ષો બાદ જોવા મળી ધર્મેન્દ્રની પ્રથમ પત્ની, પૌત્રની ફિલ્મ જોવા પરિવાર સાથે પહોંચ્યા, જુઓ Pics
આ સ્ક્રિન પર વર્ષો બાદ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર પણ જોવા મળી હતી. પ્રકાશને આટલાં સમય બાદ જાહેરમાં જોતા તમામ કેમેરા તેમનાં ઉપર જ અટકી ગયા હતાં.
નવી દિલ્હીઃ સની દેઓલના દીકરા કરણ દેઓલ ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈરહ્યો છે. આ મૂવીની એક્ટ્રેસ સહર બામ્બા પણ ડેબ્યૂ કરી રહી છે. મુંબઈની વિતેલી રાત્રે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ધર્મેન્દ્ર અને તેની પત્ની પ્રકાશ કૌર, સની દેઓલ અને તેની વાઈફ પૂજા દેઓલ, બોબી દેઓલનો પરિવાર, અભય દેઓલ સહિત બોલિવૂડની અનેક સેલિબ્રિટી હાજર રહી હતી.
આ સ્ક્રિન પર વર્ષો બાદ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર પણ જોવા મળી હતી. પ્રકાશને આટલાં સમય બાદ જાહેરમાં જોતા તમામ કેમેરા તેમનાં ઉપર જ અટકી ગયા હતાં. પૌત્ર કરનની ડેબ્યૂ ફિલ્મ જોવા દાદી પ્રકાશ કૌર જોવા આવ્યાં હતાં અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, ધર્મેન્દ્રએ ભલે ઍક્ટ્રેસ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતાં. પણ તેમણે તેમની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા નહતાં. પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવાની ના પાડી દીધી હતી. અને કાયદાકીય રીતે ધર્મેન્દ્રની તે પહેલી પત્ની છે. હિન્દુ ધર્મ અનુસાર પહેલી પત્ની હોય તો ધર્મેન્દ્ર બીજા લગ્ન ન કરી શકે. તેથી ધર્મેન્દ્રએ ઇસલામ ધર્મ કબૂલ કર્યો હતો અને પછી હેમા માલિની સાથે લગ્ન કર્યા હતાં. જોકે ધર્મેન્દ્ર જેટલાં હેમાની નિકટ છે તેટલાં જ તેઓ પ્રકાશ કૌરની નિકટ છે તેમ માનવામાં આવે છે.
ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરે 1954માં લગ્ન કર્યા હતાં. તેમને ચાર બાળકો છે. સની, બોબી, વિજેતા અને અજિતા. તો હેમાને બે દીકરીઓ છે. આહાના અને ઇશા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement