શોધખોળ કરો
Advertisement
નકલી એકાઉન્ટ્સથી પરેશાન થઇ પંકજ ત્રિપાઠીએ કર્યું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વિટર પર ફેન્સની સાથે અનેકવાર વાતચીત પણ કરે છે.
મુંબઇઃબોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી બોલિવૂડના સૌથી જાણીતા એક્ટરમાંના એક છે. ફેન્સના દિલોમાં તેમણે પોતાની એક્ટિંગની મદદથી ખાસ જગ્યા બનાવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વિટર પર ફેન્સની સાથે અનેકવાર વાતચીત પણ કરે છે.
પંકજ ત્રિપાઠીએ સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પણ ડેબ્યૂ કર્યું છે. તેમણે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. એક્ટરે કહ્યું કે, તે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સથી પરેશાન થઇ ગયા છે અને તેના આધારે કોઇ રિપોર્ટરે તેમના પર ન્યૂઝ પણ બનાવી દીધા હતા. એવામાં હવે લાંબાગાળાના ફાયદા માટે તેમણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવ્યું છે જેને ફોલો કરો. પંકજના ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂની સાથે જ અનેક લોકોએ તેને ફોલો કરવાની શરૂઆત કરી હતી. જ્યારે પંકજ ત્રિપાઠીએ મનોજ બાજપેઇ, ટાઇગર શ્રોફ, અલી ફઝલ, શાહરૂખ ખાન, રાજકુમાર રાવ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન જેવા સેલેબ્સને ફોલો કર્યા હતા.नक़ली खाताधारकों ने परेशान कर दिया था , एक दफे फ़र्ज़ी इंस्टा अकाउंट से ख़बर भी बना दिए ,एक अति जागरूक पत्रकारने । तो ये रहा प्रमाणित वाला ,दूरगामी फ़ायदे के लिए फ़ॉलो करें🙏🏾https://t.co/A0VrDE1CIi
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement