એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પીએ મોદીની બાયોપિકને પરેશ રાવલ ખૂબ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. એક તરફ અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક પર કામ કરી રહ્યાં છે. તો બીજી તરફ પરેશ રાવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક કરનાર છે. ત્યારે આ બંને ફિલ્મને દર્શકોનો કેવો પ્રેમ મળે છે તે તો રિલીઝ બાદ જ જાણવા મળશે.
2/4
રિપોર્ટ અનુસાર પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસ પાસ શરૂ કરવામાં આવશે. પરેશ રાવલનું માનવું છે કે પીએમ મોદીની ભૂમિકા નિભાવવી તેના માટે મોટી ચેલેન્જ છે.
3/4
પરેશ રાવલનું નામ બોલિવૂડના બેસ્ટ કલાકારોના નામમાં સામેલ છે. તેને જે પણ ફિલ્મમાં કામ કર્યું છે, તે ફિલ્મ હિટ રહી છે અને દમદાર અભિનયથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. જો કે હાલ તો પરેશ રાવલ ફિલ્મ સંજૂમાં સુનીલ દત્તનો અભિનય કરી રહ્યાં છે.
4/4
નવી દિલ્હીઃ પરેશ રાવલ રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂમાં સુનીલ દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં તે રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં છે. સંજય દત્તની બાયોપિકનો ભાગ બન્યા બાદ હવે ખુદ પ્રધાનમંત્રી મોદીની બાયોપિકમાં મોદીની ભૂમિકામાં લીડ રોલમાં જોવા મળશે.