હજારો ફુટની ઉંચાઈએ બંદ થયું પ્લેનનું એંજીન, જીવ જોખમમાં મુકી પાઈલોટે એંજીન ચાલુ કર્યું, જુઓ દિલધડક વીડિયો..
આ વીડિયો જાણી જોઈને સ્ટંટ કર્યો હોય એવું નથી લાગતું પણ ટેક્નિકલ ખરાબીના કારણે સ્ટંટ કરવો પડ્યો હોય એવું લાગી રહ્યું છે.
અત્યારે યુવા વર્ગ ખતરનાક સ્ટંટ કરીને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. આ સાથે ઘણા એવા લોકો પણ જોવા મળે છે જે પોતાની જાતને ખતરોના ખેલાડી સાબિત કરવા માંગતા હોય છે અને એ સાબિત કરતા અજબ-ગજબ તુક્કાઓ અજમાવતા હોય છે. આવી જ કેટેગરીનો એક વીડિયો હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ આ વીડિયો જાણી જોઈને સ્ટંટ કર્યો હોય એવું નથી લાગતું પણ ટેક્નિકલ ખરાબીના કારણે સ્ટંટ કરવો પડ્યો હોય એવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક પ્લેનનો પાયલોટ હજારો ફુટ ઉંચે પ્લેન ઉડાવી રહ્યો છે. આ દરમિયાન કોઈ ટેકનીકલ ખરાબીના કારણે અચાનક પ્લેનનું એંજીન બંદ પડી જાય છે. હવે જો પ્લેન ચાલુ ના થાય તો આ પાયલોટ પ્લેન સાથે જમીન પર આવી જાય અને એક મોટી દુર્ઘટના સર્જાવાની પુરી શક્યતા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે પાયલોટ આ એંજીનને ચાલુ કરવા માટે પ્લેનની બહાર નિકળી જાય છે. આ મીની પ્લેનનો પંખો જામ થઈ ગયો તેને ધક્કો મારવા માટે પાયલોટ પ્લેનની બહાર નીકળીને એંજીન ફરીથી ચાલુ કરે છે.
View this post on Instagram
પ્લેનમાંથી બહાર નીકળતી વખતે પાયલોટ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે કમરના ભાગે દોરડું બાંધી દે છે. જે બાદ તે ધીમેથી પ્લેનની આગળના ભાગે આપેલા પંખાને ધક્કો મારે છે. જે બાદ આ પ્લેનનું એંજીન સ્ટાર્ટ થઈ જાય છે. ત્યાર બાદ પાયલોટ સુરક્ષિત રીતે પ્લેનમાં પરત આવે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના રુંવાડા ઉભા થઈ જાય છે. આ વીડિયોને હાલ લાખો લોકો જોઈ ચુક્યા છે.