શોધખોળ કરો
Advertisement
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાહો’કમાણી મામલે પ્રથમ દિવસે તોડી શકે છે મોટા રેકોર્ડ, જાણો
350 કરોડના બજેટમાં બનેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો પહેલા દિવસે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે. સાહો રિલીઝ પહેલા જ અનેક રેકોર્ડ તોડી ચુકી છે.
મુંબઈ: ફિલ્મ સાહોને લઈને સુપરસ્ટાર પ્રભાસના પ્રશંસકોમાં જબરજસ્ત ઉત્સાહ છે. આ ફિલ્મ યૂએઈમાં ભારતથી એક દિવસ પહેલા રિલીઝ થઈ ચુકી છે અને ફેન્સ તેને બ્લોકબસ્ટર ફિલ્મ પણ ગણાવી રહ્યાં છે. ભારતમાં સાહો 30 ઓગસ્ટે 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે.
350 કરોડના બજેટમાં બનેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો પહેલા દિવસે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે. સાહો રિલીઝ પહેલા જ અનેક રેકોર્ડ તોડી ચુકી છે. આ ફિલ્મ નવો રેકોર્ડ બનાવશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ટ્રેલર સામે આવ્યા બાદ જ ફિલ્મને સુપરહિટ ગણી લેવામાં આવી છે.
ફિલ્મ ઓપનિંગ દિવસે 70 કરોડથી વધુની કમાણી કરી શકે છે. ટ્રેડ પંડિતો મુજબ સાહોની સૌથી વધુ કમાણી તમિલ, તેલુગૂ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવાથી થશે. સાહોની આખી કમાણીનું અનુમાન ટ્રેડ પંડિતો 500 કરોડની ઉપર જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાહુબલીએ પહેલા દિવસે 121 કરોડનો આંકડો પાર કર્યો હતો. એવામાં હિન્દીમાં પહેલા દિવસની કમાણીને 22થી 40 કરોડ વચ્ચે ગણાવવામાં આવી રહ્યું છે.
સાહો પ્રથમ દિવસે 2.O, ઠગ્સ ઓફ હિંદોસ્તાન અને બાહુબલી -2નું કલેક્શનનો રેકોર્ડ તોડી શકે છે. રજનીકાંતની ફિલ્મ 2.O એ ભારતમાં પ્રથમ દિવસે 70 કરોડની કમાણી કરી હતી. જ્યારે બાહુબલી-2 એ 121 કરોડ કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement