પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રતિક બબ્બરે પણ તેના પર કેસ નોંધ્યા બાદ કોર્રિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો કે, કોર્રિયાએ તેની કારનો કાચ તોડ્યો અને એટલું જ નહીં તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ઇન્સપેક્ટર નાઈકે કહ્યું કે, અમે કારને જપ્ત કરી લીધી છે, જેમાં આરટીઓના નિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
2/3
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા પ્રતીક બબ્બર પર ગોવામાં જોખમી રીતે ડ્રાઈવિંગ કરવાનો આરોપ લાગ્યો છે. કથિત રીતે તેમના પર એક સ્કૂટરને ટક્કર મારવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો કેસ નોંધાયો છે.
3/3
પ્રતીક બબ્બર વિરૂદ્ધ ગોવા પોલિસે કેસ નોંધ્યો છે કારણ કે તેણે એક સ્કૂટરને ટક્કર માર્યા બાદ તેની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પોરવોરિમ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર પરેશ નાયકે કહ્યું કે, દુર્ઘટના બુધવારે સાંજે પણજી-મૈપૂસ હાઈવે પર થઈ હતી. ફરીયાદી પાઉલો કોર્રિયાએ આરોપ લગાવ્યો કે જ્યારે બુધવારે સાંજે તે પોતાની બહેન સાથે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે પ્રતિકે તેની કારથી તેના સ્કૂટરને ટક્કર મારી. દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પ્રતિકે તેની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.