તેમાં પ્રિયંકાને નિશાન બનાવવામાં આવી હતી. જે બાદ ક્વાન્ટિકોના નિર્માતાઓએ માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે આમાં પ્રિયંકાનો કોઈ હાથ નથી.
3/7
'ક્વોન્ટિકો'નાં લેટેસ્ટ એપિસોડમાં હિન્દુઓને આતંકવાદી તરીકે બતાવવામાં આવ્યા છે. જે બાદથી આ શો વિવાદોથી ઘેરાઇ ગયો હતો. આ શોનો આ ત્રીજી અને અંતિમ સીઝન છે. છેલ્લા એપિસોડમાં એક સીન છે જેમાં એક ભારતીય મેનહેટન પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે. અને તેનો આખો દોષ પાકિસ્તાન પર ઢોળવાનો પ્લાન બનાવે છે.
4/7
પ્રોડ્યૂસરે જાહેર કરેલા માફીનામામાં કહ્યુ કે, એબીસી સ્ટૂડિયોઝ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર્સ ક્વાન્ટિકોના તાજેતરના એપિસોડમાં દર્શાવવામાં આવેલા આપત્તિજનક સીનના કારણે તેમના દર્શકોની માફી માંગે છે. આ એપિસોડ ઇમોશન્સથી ભરેલું છે. પ્રિયંકા ચોપડાએ આ શોને ક્રિએટ નથી કર્યો. ન તો કાસ્ટિંગ કે સ્ટોરી લાઇનમાં તેનો કોઈ હાથ છે.
5/7
તેણે એમ પણ લખ્યું કે, મને ભારતીય હોવાનો ગર્વ છે અને તે ક્યારેય નહીં બદલાય. ક્વાન્ટિકોની ત્રીજી સીઝનમાં ધ બ્લડ ઓફ રોમિયોમાં એક દર્શાવવામાં આવેલા એક સીનનો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થયો હતો.
6/7
પ્રિયંકાએ લખ્યું કે, ક્વાન્ટિકોના આ વિવાદાસ્પદ એપિસોડથી અનેક લોકોની ભાવનાઓન ઠેસ પહોંચી છે. આ માટે હું દુઃખી છું અને માફી માંગુ છું. મારો હેતું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.
7/7
મુંબઈઃ અમેરિકન શો ક્વાન્ટિકોમાં હિન્દુ આતંકવાદ સાથે સંકળાયેલા દ્રશ્ય પર પ્રિયંકા ચોપડાએ માફી માંગી છે. આ પહેલા શો ના નિર્માતાઓએ પણ માફી માંગી હતી. પ્રિયંકાએ આ મુદ્દે રવિવારે સવારે ટ્વિટ કર્યું હતું.