પ્રિયંકા ચોપરાએ દીપિકા અને રણવીર બન્નેની શેર કરવામાં આવેલ તસવીર પર કોમેન્ટ કરી છે. રણવીર સિંહની પોસ્ટ પર પ્રિયંકા ચોપરાએ લખ્યું છે, ‘સ્ટનિંગ’. માત્ર પ્રિયંકા જ નહીં, કેટરીના કૈફ, ટાઈગર શ્રોફ, કરણ જૌર, અર્જુન કપૂર સહિત અનેક સેલેબ્સે દીપવીરને લગ્નની શુભેચ્છા પાઠવી છે.
2/3
દીપવીર બાદ હવે બધાની નજર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન પર છે. પ્રિયંકા નિકના લગ્ન ઘણાં સમયથી ચર્ચામાં છે. એવામાં દીપિકા અને રણવીરના લગ્નની તસવીર પર પ્રિયંકાની કોમેન્ટને ફેન્સ માટે એક્સાઈટિંગ છે.
3/3
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14-15 નવેમ્બરે ઈટાલીમાં કેટલાક નજીકના અને પરિવારની વચ્ચે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ બન્નેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસીવર પણ શેર કરી હતી. આ તસવીર પર પ્રિયંકા ચોપરાએ ખૂબ જ સરસ કોમેન્ટ કરી છે જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની છે.