પ્રિયંકાએ આગળ કહ્યું કે, “ઘણી વખત હું હસું છું તો ક્યારેક ગુસ્સો પણ આવે છે, પણ મોટાભાગે એવું થાય છે કે પબ્લિસિસ્ટ્સને કહી દઉં છું કે કોઈ વાંધો નહીં આજે જે ન્યૂઝ છે કે કાલે માટે માત્ર કચરો છે.”
2/3
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિકસ જોનસની સગાઈના અહેવાલ બાદ હાલમાં બન્ને કપેલની લગ્નની તારીખ ચર્ચાનો વિષય બની છે. દરેક વ્યક્તિ એ જાણવા માગે છે કે પ્રિયંકા અને નિક ક્યારે લગ્ન કરશે. આ મામલે પ્રથમ વખત પ્રિયંકા ચોપરાએ મૌન તોડ્યું છે.
3/3
સોમવારે એક ઈવેન્ટ દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે પર્સનલ લાઈફ પબ્લિક માટે નથી અને તે નથી ઈચ્છતી કે પબ્લિક તેના વિશે દરેક વાત જાણે. તે કોઈને જવાબ આપવા માટે બંધાયેલી નથી. પ્રિયંકાએ કહ્યું કે- “મારી આખી લાઈફ, ખાસ કરીને મારી પર્સનલ લાઈફ પબ્લિક માટે નથી. મારી 90 ટકા લાઈફ ભલે પબ્લિક માટે હોય, પણ 10 ટકા લાઈફ મારા પોતાના માટે છે. હું એક છોકરી છું અને મારો હક બને છે કે હું તેને મારા સુધી મર્યાદિતરાખું.”