ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં મુખ્ય રોલમાં જોવા મળશે. જેને લઈને પ્રિયંકા ચોપરાના ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
2/4
નવી દિલ્લી: અભિનેત્રી પ્રિયંકા ચોપરાને 'ક્વોંટિકો'ની ત્રીજી સીઝનના શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી છે. પ્રિયંકા ચોપરાના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. પ્રિયંકાએ શુક્રવારે અમેરિકી શો વિશે પોતાના પ્રશંસકો સાથે વાતો શેર કરી હતી.
3/4
તેણે કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન હું મુખ્ય કલાકોરમાં એકમાત્ર અભિનેત્રી હતી, એટલા માટે ક્રૂ સાથે રાત્રે બહાર ગઈ. જ્યાં અમે ટસ્કન વાઈન વધારે માત્રામાં પીધી હતી. જોશુઆ સફ્રાન ક્વોન્ટિકોના નિર્માતા છે. જેમાં પ્રિયંકાએ એલેક્સ પૈરિશની ભૂમિકા નિભાવી છે.
4/4
પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું, શૂટિંગ દરમિયાન મારા ઘૂંટણમાં ઈજા પહોંચી છે. મારી સાથે સેટ પર એક ફિઝિયોલૉજિસ્ટ છે અને મારા ઘુંટણની ઈજા આગામી ત્રણ સપ્તાહમાં ઠીક થઈ જશે. અલેક્સ પાછી ક્વોન્ટિકોમાં આવી ગઈ છે. પ્રિયંકાએ કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન તેણે અને ક્રૂ મેમ્બરોએ વધારે પડતી વાઈન પીધી હતી.