મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ રોયલ વેડિંગની તમામ પ્રતીક્ષા કરી રહ્યા છે. આ કપલ પહેલા જાન્યુઆરી 2019માં લગ્ન કરવાનું હતું પરંતુ હવે તેમના લગ્નની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
2/5
બંને તેમના પારિવારિક જીવનમાં આગળ વધી શકે તે માટે પ્રિયંકા નિક સાથે શક્ય તેટલા વહેલા લગ્ન કરી લેવા માંગે છે. બંનેના જણાવ્યા મુજબ તેમના વચ્ચે પ્રેમ છે અને આ પ્રેમને યોગ્ય દિશામાં લઈ જવાનો શ્રેષ્ઠ સમય છે. આ કારણે તેમણે લગ્ન જાન્યુઆરી 2019ના બદલે ડિસેમ્બર 2018માં કરવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
3/5
પ્રિયંકા અને નિક 2 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. પ્રિયંકા અને નિક તેમના સંબંધને નવું નામ આપવા તૈયાર છે. એકબીજાને ડેટ કર્યાના થોડા મહિના બાદ બંનેએ સગાઇ કરી લીધી હતી. જે બાદ તેમના લગ્નની અટકળો વહેતી થઈ હતી. બાદમાં બંનેની લગ્ન તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી
4/5
પ્રિયંકા બાદ તેના મંગેતર નિક જોનાસે પણ બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અંગેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
5/5
તાજા અહેવાલ મુજબ લગ્નની તસવીરોનું બુકિંગ પણ થઈ ગયું છે. એક મેગેઝિને 19 કરોડ રૂપિયા (2.5 મિલિયન યુએસ ડોલર)માં આ સોદો કર્યો છે.