આ ડેનિમ સૂટ માટે પ્રિયંકાને યૂઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક લોકોએ પ્રિયંકાના લૂક્સ અને આઉટફીટની પ્રસંશા કરી, તો વળી કેટલાક યૂઝર્સનું કહેવું છે કે દેસી ગર્લ નહીં પણ પુરેપુરી અમેરિકન બની ગઇ છે.
2/6
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના અમેરિકન ટીવી શૉ 'ક્વાન્ટિકો'ના પ્રમૉશનમાં બિઝી છે. ન્યૂયોર્કમાં ટીવી સીરીઝની પ્રમૉશનલ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાએ એક એવો આઉટફીટ પહેર્યો કે, જેને લઇને તેને ટ્રૉલ થવાના વારો આવ્યો હતો.
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ અભિનેત્રીએ માહિતી આપી હતી કે 'ક્વાન્ટિકો'ના શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઇ ગઇ અને તેના ઘૂંટણમાં ઇજા થઇ હતી. પ્રિયંકાએ ગયા શુક્રવારે અમેરિકન શૉ વિશે પોતાના પ્રસંશકોને કેટલીક વાતો કહી હતી. પ્રિયંકાએ ટ્વીટર પર કહ્યું હતુ કે, "શૂટિંગ દરમિયાન મારા ઘૂટણમાં ઇજા થઇ. મારી પાસે સેટ પર એક ફિઝિયોલૉજીસ્ટ છે અને ઇજા આગામી ત્રણ અઠવાડિયમાં કમ્પલેટ થઇ જશે. એલેક્સ પાછી ક્વાન્ટિકોમાં આવી ગઇ છે."
5/6
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રમૉશલની તસવીરો શેર કરી છે, તેમાં આ અંદાજમાં જોવા મળી રહી છે.
6/6
પ્રિયંકાએ એક બ્લૂ રંગનો Dion Lee સૂટ પહેર્યો, તેના ઉપરના ભાગે કટ લાગેલા હતા. જોકે આ ડ્રેસમાં પ્રિયંકા અકદમ અલગ અંદાજમાં જ લાગી રહી હતી, પણ સોશ્યલ મીડિયામાં ફેન્સે તેને આડેહાથે લીધી અને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું હતું.