શોધખોળ કરો
રાધિકા આપ્ટેનું બોલ્ડ નિવેદન તમને કરી દેશે હેરાન, જાણો શુ કહ્યુ?

મુંબઇઃ બૉલીવૂડની જાણીતી એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ લીના યાદવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'પાર્ચ્ડ' બોલ્ડ સીન આપ્યા છે. બોલ્ડ સીન પર તેમણે કહ્યું કે, તેને બોલ્ડ સીન કરવામાં કોઇ જ વાંધો નથી. રાધિકાએ કહ્યું કે, મને બોલ્ડ સીન કરવામાં કોઇ જ વાધો નથી. હું વર્લ્ડ સિનેમાં જોતી મોટી થઇ છું, એટલા માટે આને લઇને મને કોઇ જ વાંધો નથી. મેં ભારત અને વિદેશમાં સ્ટેજ પર લોકોને બોલ્ડ સીન કરતા જોયા છે. મને ખબર નથી પડતી કે,મને પોતાના શરીરથી શરમ કેમ આવશે. આ જ એક માધ્યમ છે જેને એક કલાકાર તરીકે ઉપયોગ કરી શકું છું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા 'પાર્ચ્ડ' ફિલ્મમાં રાધિકા અને આદિલ હુસૈનના ઇંટિમેટ સીન ઑનલાઇન લીક થયા હતા. જોકે રાધિકાનું કહેવું છે કે, તેનાથી તેને કોઇ જ ફરક નથી પડતો. તેણે કહ્યું કે, 'હુ મારું કામ કરુ છું, અને ફિલ્મના રિલિઝની રાહ જોવું છું.' લીના યાદવ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી 'પાર્ચ્ડ' રાધિકા આપ્ટે સાથે તનિષ્ઠા ચટર્જી, સુરવીન ચાવલા અને આદિલ હુસૈન લીડ રોલમાં છે. અજય દેવગણ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મ 23 સપ્ટેબરે રિલિઝ થશે.
વધુ વાંચો




















