Raj Kundra Police Custody: રાજ કુન્દ્રાને 14 દિવસની કસ્ટડીમાં મોકલાયો, જાણો કઈ બે બેંકના ખાતા કરાયા ફ્રીઝ
પોલીસે એપલ સ્ટોર પાસેથી હોટશોટની જાણકારી માંગી તો ખબર પડી કે તેનાથી 1.64 કરોડ રૂપિયા મળ્યા છે. ગૂગલ પાસેથી પેમેન્ટની જાણકારી મળવાની બાકી છે.
(Suraj Ojha, ABP News)
મુંબઈઃ રાજ કુન્દ્રાને 14 દિવસની પોલીસ કસ્ટડીમા મોકલવામાં આવ્યો છે. પોલીસે કોર્ટમાં કહ્યું, રાજ કુન્દ્રાના સિટી બેંક અને કોટક મહિન્દ્રા બેંકના ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. કોટક મહિન્દ્રા બેંકમાં 1 કરો 13 લાખ રૂપિયા જમા છે.
ક્રાઈમ બ્રાંચ આ કેસ સાથે જોડાયેલા તમામ ભોગ બનેલા અને હજુ સુધી સામે નહીં આવેલા લોકોને આગળ આવવા અરપીલ કરી છે. એક ભોગ બનેલ વ્યક્તિ 26 જુલાઈએ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ હતી અને પોતાનું સ્ટેટમેંટ નોંધાવ્યું છે.
પોલીસે એપલ સ્ટોર પાસેથી હોટશોટની જાણકારી માંગી તો ખબર પડી કે તેનાથી 1.64 કરોડ રૂપિયા મળ્યા છે. ગૂગલ પાસેથી પેમેન્ટની જાણકારી મળવાની બાકી છે. 24 જુલાઈએ રાજ કન્દ્રાની ઓફિસ પર કરવામાં આવેલી રેડમાં ફોરેન ટ્રાન્ઝેક્શનની ફાઇલ્સ મળી છે. રાજ કુન્દ્રાના મોબાઈલ અને રાયનના Mac Book થી Hotshots ની રેવન્યૂ અને પેમેન્ટ્સની ચેટ મળી છે.
અમદાવાદના ટ્રેડરે રાજ કુન્દ્રા સામે નોંધાવી ફરિયાદ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાજુ કુન્દ્રાની કંપનીએ તેમને મેસેજ કરીને ઓનલાઈન ક્રિકેટ સ્કીલ બેસ ગેમની લાલચ આપીને ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ ફરિયાદની ખરાઈ કરી રહી છે અને તે બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. અમદાવાદના હિરેન પરમાર નામના વ્યક્તિએ ઓનલાઈન ફાઈલ કરેલી કમ્પલેન મુજબ વિઆન ઈન્ડસ્ટ્રીઝે તેમને ગેમ ઓફ ડોટના ડિસ્ટ્રીબ્યૂટર બનાવવાનું વચન આપ્યું હતું. જોકે કંપનીએ તેનું વચન પાળ્યું નહોતું અને જે બાદ તેણે રોકાણ કરેલા ત્રણ લાખની માંગણી કરતાં કોઈ જવાબ આપવામાં આવતો નહોતો.
ગુજરાત સાયબર ડિપાર્મેન્ટમાં પણ નોંધાવી ફરિયાદ
આ પોલીસ ફરિયામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ગુજરાત સાયબર ડિપાર્મેન્ટમાં આ અંગે 2019માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. હિરેન પરમારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેની જેમ અન્ય લોકને પણ કરોડો રૂપિયાનો ચૂનો કંપનીએ લગાવ્યો છે.
અત્યાર સુધીમાં કેટલા લોકોની થઈ છે ધરપકડ
મુંબઈ પોલીસે અત્યાર સુધી રાજ કુન્દ્રા સહિત 10 લોકોની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરી છે. આ લોકો ફિલ્મના નિર્માણ અને તેને પ્રસારિત કરવા સાથે સંડોવાયેલા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આ મામલે કેસ દાખલ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ છે કે તેમણે લંડનની એક કંપની સાથે ગઠબંધન કર્યું હતું, જે એક મોબાઇલ એપ હોટશોટ્સના માધ્યમથી અશ્લીલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગમાં સામેલ હતી.