શોધખોળ કરો
રણવીર સિંહે પોતાના જ કો-સ્ટારને કરી Kiss, પછી દીપિકા પાદુકોણને લઈને કહી આ વાત
ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આ ફિલ્મ ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં થયેલી ઐતિહાસિક વિશ્વ કપ જીત પર આધારિત છે.

મુંબઈઃ રણવીર સિંહ જ્યાં પણ હોય છે ત્યાં પોતાની હાજરીથી સમગ્ર માહોલ એ્ટરટેનિંગ બનાવી દે છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની ફિલ્મ 83ના કો-એક્ટર્સની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રણવીર પોતાના કો સ્ટાર જતિનને કિસ કરવાનું નાટક કરે છે. ત્યાર બાદ રણવીરને કંઈક યાદ આવે છે તો તે પોતાનો ફોન હાથમાં લઈ લે છે અને કહે છે, તારી ભાભી લાઈવ પર છે, બધુ જોઈ રહી છે, શું થઈ રહ્યું છે. ફિલ્મ ‘83’ની વાત કરીએ તો તેમાં તે કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પણ ફિલ્મમાં રણવીરની સાથે છે. દીપિકા ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મમાં દીપિકા વધારે દેખાશે નહીં.
ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આ ફિલ્મ ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં થયેલી ઐતિહાસિક વિશ્વ કપ જીત પર આધારિત છે. ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. રણવીર કપિલના રોલમાં જોવા મળશે. તો તેની રીયલ લાઇફ વાઇફ દીપિકા પાદુકોણ તેની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળશે, જીવા શ્રીકાંત, સાકિબ સલીમ મોહિન્દર અમરનાથ, જતિન સરના યશપાલ શર્માના, ચિરાગ પાટિલ સંદીપ પાટિલ, દિનકર શર્મા કીર્તિ આઝાદ અને નિશાંત દહિયા રોજર બિન્નાના રોલમાં જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ઉપરાંત રણવીર જયેશભાઈ જોરદારમાં પણ જોવા મળશે. જણાવીએ કે, ફિલ્મ જયેશભાઈ જોરદાર હાસ્ય અને માર્કિક બન્ને છે. દિવ્યાંઘ ઠક્કર તેનું ડાયરેક્શન કરી રહ્યા છે. તેના નિર્માતા મનીષ શર્મા છે, જેણે રણવીરની પ્રથમ ફિલ્મ બેંડ બાજા બારાતનું ડાયરેક્શન કર્યું હતું.There sure is a lot of love amongst the cast of #83TheFilm. pic.twitter.com/CV5m2jMl5r
— Filmfare (@filmfare) January 30, 2020
વધુ વાંચો





















