શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીએ એક વર્ષ દરમિયાન સુશાંતને કર્યા માત્ર 142 કોલ, જ્યારે આ નંબર પર કરવામાં આવ્યા 1600થી વધુ ફોન
આ કેસમાં આજે રિયા ચક્રવર્તીની ઈડી પૂછપરછ કરી રહ્યું છે. 31 જુલાઈએ ઈડીએ રિયા અને તેમના પરિવારના સભ્યો સામે મની લોન્ડ્રિંગ કેસ દાખલ કર્યો હતો.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવી માહિતી સામે આવે છે. મુંબઈ પોલીસ બાદ રિયા ચક્રવર્તીની ઈડી પુછપરછ કરી રહ્યું છે. જ્યારે પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ઘણા મીડિયા રિપોર્ટમાં રિયા દ્વારા કરવામાં આવેલા ફોનનું વિશ્લેષણ સામે આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે રિયાએ સુશાંત સિંહ રાજપૂતને એક વર્ષ દરમિયાન માત્ર 142 ફોન કર્યા છે. જ્યારે સૌથી વધુ ફોન રિયાએ પોતાની માતા અને ભાઈના નંબર પર કર્યા છે.
રિપોર્ટ્સ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંતને એક વર્ષ દરમિયાન માત્ર 142 ફોન કરવામાં આવ્યા તો તેના સ્ટાફને 502 વખત ફોન કરી વાતચીત કરવામાં આવી છે. રિયાએ પોતાની માતાને વર્ષ દરમિયાન 890 વખત ફોન કર્યા હતા. આ સાથે જ તેણે ભાઈને 800 વખત ફોન કર્યા અને વાતચીત કરી છે. સુશાંતના સેક્રેટી સાથે પણ રિયા વાત કરતી હતી. સૂત્રો મુજબ રિયાએ એક વર્ષમાં સુશાંતના સેક્રેટી સાથે 148 વખત વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કેસ હવે સીબીઆઈ પાસે ટ્રાન્સફર થયો છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે રિયા સામે પટનમાં ફરિયાદ દાખલ કરતા ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એવામાં બિહાર પોલીસ પણ મુંબઈ પહોંચી આ કેસમાં તપાસ કરી રહી હતી.
આ કેસમાં આજે રિયા ચક્રવર્તીની ઈડી પૂછપરછ કરી રહ્યું છે. 31 જુલાઈએ ઈડીએ રિયા અને તેમના પરિવારના સભ્યો સામે મની લોન્ડ્રિંગ કેસ દાખલ કર્યો હતો. આ મામલો કથિત રીતે દિવંગત અભિનેતાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની સંદિગ્ધ લેવડદેવડ સંબંધિત છે. શુક્રવારે સવારે 11.50 વાગ્યે રિયા પોતાના ભાઈ શોવિક ચક્રવર્તી સાથે ઈડી કાર્યાલય પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion