શોધખોળ કરો
Advertisement
આમિર ખાનના તુર્કી પ્રવાસ પર RSSના પ્રહાર, કહ્યું- ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે
પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનના હાલના તુર્કી પ્રવાસને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ નિશાન સાધ્યું છે. આરએસએસના મુખપત્ર પાંજજન્યમાં આમિર ખાનને લઈને એક આર્ટિકલ લખ્યો છે. જેમાં આરએસએસે કહ્યું છે કે, આમિર ખાને તુર્કી જઈને ભારતવાસીઓની ભાવનાઓે ઠેંગો બતાવ્યો છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ના શૂટિંગ માટે તુર્કી ગયા હતા.
આ જ આમિરે ઇઝરાયલના પીએમને મળવાની ના પાડે છે- RSS
પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે, તેને સમજવાની જરૂરત છે. એક બાજુ તે ખુદને સેક્યુલર કહે છે, ત્યારે બીજી બાજુ આ જ આમિર ઇઝરાયલના પ્રધાનમંત્રીના ભારત આવવા પર તેને મળવાની ના પાડી દે છે.’
કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે તુર્કી- RSS
પાંચજન્યમાં આરએસએસે આગળ કહ્યું કે, ‘જો આમિર ખુદને એટલા જ સેક્યુલ માને છે તો તેણે તુર્કી જઈને શૂટિંગ કરવાનું શા માટે વિચારે છે, જે જમ્મુ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે.
2018માં ઇઝરાયલના પીએમને મળ્યા ન હતા આમિર ખાન
જણાવીએ કે, 2018માં પીએમ મોદીના નજીકના મિત્ર કહેવાતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારત આવ્યા હતા. તેમણે એક એવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં તેઓ અનેક કલાકારોને મળવાના હતા. આ કાર્યક્રમમાં આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. ત્યારબાદ તેમના પર સવાલ ઉઠવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement