શોધખોળ કરો

Lock Upp : આખરે સાયશા શિંદેએ કંગના રનૌત સામે માફી માંગી, સાથે કહી દીધી ખાસ વાત

સાયશા શિંદે કંગના રનૌતના શો લોક અપમાં પાછી ફરી છે. તેણે જજમેન્ટલ ડે પર કંગનાની માફી માંગી હતી.

Lock Upp : કંગના રનૌતનો શો લોક અપ હાલમાં ચર્ચામાં છે. દરેક વ્યક્તિ શોમાં આવેલા સ્પર્ધકો વિશે જાણવા માંગે છે. ફેશન ડિઝાઈનર સાયશા શિંદે આ સપ્તાહના અંતે શોમાં પરત ફરી છે. શોમાં  પાછા આવતાની સાથે જ તેણે કંગના રનૌત માટે લખેલો માફી પત્ર વાંચ્યો. તમને જણાવી દઈએ કે કંગના સાથેના ઝઘડા બાદ સાયશાને પહેલા શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સાયશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કંગના માટે લખેલી નોટ પર માફી માંગતી જોવા મળી રહી છે. જુઓ આ વિડીયો - 

View this post on Instagram
 
A post shared by ALTBalaji (@altbalaji)

સાયેશાએ  કહ્યું કે મારી માતા, બહેન અને કંગનાનો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે પરંતુ આપણે અલગ હોઈ શકતા નથી. હું કંગનાનું અપમાન સ્વીકારતી  નથી કારણ કે કંગના આ જેલની માલિક છે અને હું અહીં કેદી છું. હજારો કેદીઓ આવશે પણ જેલની માલિક અન્ય કોઈ નહીં હોય. તેણે આ શો બનાવ્યો છે. જો કંગના નહીં હોય તો લોકઅપ નહીં હોય. કૃપા કરીને મારી માફી સ્વીકારો અને મને તમને હસાવવાની તક આપો.

સાયશાએ આખો માફીપત્ર વાંચ્યા બાદ કંગનાએ તેની માફી સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે જજમેન્ટલ ડે પર જ્યાં સાયશા અને કરણવીર બોહરા શોમાં પાછા ફર્યા છે ત્યાં નિશા રાવલને એલિમિનેટ કરવામાં આવી છે.

કંગનાએ સાયશાને કહી દીધું હતું, ‘ગેટ લોસ્ટ’
લોકઅપ દિવસેને દિવસે વધુ રસપ્રદ બનતું જણાય છે અને OTT પર ધમાલ મચાવી રહ્યું છે.આ અત્યાચારી ગેમમાં કેદીઓ તરીકે આવેલા સ્પર્ધકો તેમની ધીરજ  ગુમાવતા જોવા મળે છે.જ્યારે જેલર કુન્દ્રાએ તાજેતરમાં ચેતન હંસરાજને તેની ઉદ્ધતતાને કારણે ખતમ કરી દીધો હતો, ત્યારે સાયશા શિંદે હવે કંગના રનૌત સાથે લડતી જોવા મળી હતી.હિંમત બતાવીને સાયશાએ જેલની રાણીને જ આ અત્યાચારી રમતમાં ફસાવી અને તેની સાથે ઉદ્ધત વર્તન આચર્યું હતું. 

કંગના પોતાની સામેના  સૌથી મોટા સ્ટાર્સને પણ છોડતી નથી, તો સાયશા શિંદેને કેમ છોડી દે? .ગુસ્સામાં લાલ ઘુમ થઈ ગયેલી કંગનાએ શોમાં સાયશાએ કરેલી ઉદ્ધતાઈનો જવાબ આપ્યો હતો. 

એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો  જેમાં સાયશા કંગના રનૌત પ્રત્યે ગુસ્સો કરતી જોવા મળી હતી, તો કંગના રનૌતે પણ ગુસ્સો દર્શાવવામાં મોડું ન કર્યું, અને કહ્યું કે મારી સાથે ખરાબ વર્તન નહીં ચાલે. કંગના રનૌતે કરણવીર અને સાયશા શિંદેને પ્રશ્નો કર્યા હતા અને સાયશાને જેલમાં તેના વર્તન માટે અને ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ફટકાર લગાવી અને ‘ગેટ લોસ્ટ’ કહી દીધું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Embed widget