શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સલમાન ખાનનું Howdy Modi પર નિવેદન, ટ્વિટ કરી કહી આ વાત, જાણો
બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઇવેન્ટને લઈને ઘણા ઉત્સાહિત હતા. બોલિવૂડ અભિનેતા સલમાન ખાને અલગ અંદાજમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર શેર કરી હતી.
મુંબઈ: અમેરિકાનાં હ્યૂસ્ટનમાં NRG સ્ટેડિયમમાં Howdymodi ઈવેન્ટ ખૂબજ શાનદાર રીતે થઈ હતી. આ દરમ્યાન PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બોન્ડિંગ ખૂબ જોવા મળી હતી.બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઇવેન્ટને લઈને ઘણા ઉત્સાહિત હતા. બોલિવૂડ અભિનેતા સલમાન ખાને અલગ અંદાજમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર શેર કરી હતી. સલમાન ખાનની આ ટ્વિટ સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
અભિનેતા સલમાન ખાને હાઉડી મોદી સંબંધિત એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રંપ સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરને શેર કરતા સલમાન ખાને લખ્યું, 'બંને દેશોના પરસ્પર સમર્થન માટેનો સારો રસ્તો.' હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ આતંકવાદની સાથે-સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હાઉડી મોદીની ઈવેન્ટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભારતમાં બધુ ઠીક છે, ભારતમાં બધું સારું છે'. આ સાથે પીએમએ કહ્યું, 'આજે ભારત પહેલા કરતા વધુ ઝડપે આગળ વધવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષમાં 130 કરોડ ભારતીયોએ દરેક ક્ષેત્રે એવા પરિણામો પ્રાપ્ત કર્યા છે જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી.Way to go PM Modi and Prez Trump for a great association between the 2 nations. . . @narendramodi @realDonaldTrump pic.twitter.com/FNqhkB4UyG
— Salman Khan (@BeingSalmanKhan) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion