શોધખોળ કરો
Advertisement
ટ્રોલર્સ પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- તમે પણ માના પેટથી જન્મ લીધો હશે
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી બીજી વખત માતા બની છે. પ્રથમ પ્રેગ્નેન્સી દરમિયાન સંતાઈને બહાર નીકળનારી સમીરા કહે છે કે, આજે સમય બદલાઈ ગયો છે. લોકો પ્રેગ્નેન્સી બાદ પણ હિરોઈનને સારું કામ મળી રહ્યું છે. હવે પ્રેગ્નેન્સીના સમયે બહાર નીકળવું ગ્લેમરસ, હોટ અને સેક્સી ફીલ થાય છે. જે લોકો પ્રેગ્નેન્સીથી પરત ફરેલી મહિલાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ કરે છે, તે પણ પોતાના માતાના પેટથી જ જન્મ્યા છે.
સમીરાએ કહ્યું કે, રે પહેલી વખત મા બની ત્યારે હું ખૂબ ચિંતીત હતી. વિચારતી હતી કે લોકો મને કેવી રીતે નોટ કરશે. વજન કેવી રીતે ઊતરશે. પણ આજે ખૂબ ચાર્મિગ અને સારું લાગી રહ્યું છે. હવે કોઈ ખચકાટ નથી.
સમીરાએ ઉમેર્યું હતું કે, આજે કોઈ શું વિચારશે એવું હું વિચારતી નથી. પહેલા સંતાન વખતે હું કવર કરીને બાહર નીકળતી હતી. પણ હવે એવું કંઈ નથી. આ બધુ માઈન્ડસેટ પર આધાર રાખે છે. હવે એવું વિચારું છું કે, પ્રેગ્નેટ છું તો શું થયું. આજે પણ હોટ લાગી રહી છું. લોકો સમયની સાથે વિચાર અને દ્રષ્ટિકોણ બદલી રહ્યા છે.
હું ટ્રોલર્સને એ સવાલ કરવા માગુ છું કે, બોડી પર કોમેન્ટ કરનારાઓને એ પ્રશ્ન કરું છું કે, તમે લોકો ક્યાંથી આવ્યા છો? તમે લોકોએ પણ તમારી મા ના પેટેથી જન્મ લીધો છે ને? જ્યારે તમે તમારી મા ના પેટથી બાહર આવ્યા ત્યારે તમારી મા પણ હોટ હતીને? બાળકને જન્મ આપવાની પ્રક્રિયા એક કુદરતી પ્રોસેસ છે. ખૂબ સુંદર અને અમેઝિંગ છે. કરીના કપૂર જેવા લોકો ફટાફટ પ્રેગ્નેન્સી બાદ હોટ અને સેક્સી લાગી રહ્યા છે. પણ મને થોડો સમય લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement