શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે વિશે થયો મોટો ઘટસ્ફોટ, રોહિત શેટ્ટીએ કહ્યું- મારી પાસે હાથ જોડીને કામ માગ્યું!
રોહિતે આગળ જણાવ્યું કે, જ્યારે મે જોયું તો એકલી આવી રહી હતી. મે મારી ટીમને કહ્યું કે તેને રિસીવ કરી લેજો.
મુંબઈઃ સારા આલી ખાન બોલિવૂડ સ્ટાર કિડ છે પરંતુ તેની પણ સંઘર્ષની કહાની છે. સિંબા અને કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદથી જ સારા દર્શકોની વચ્ચે પોતાની ખાસ છાપ છોડી ચૂકી હતી. ઘણાં લોકોએ કહ્યું કે, સારા સૈફ અલી ખાનની દીકરી છે માટે તેને તો સરળતાથી ફિલ્મ મળી જાય છે. જોકે એવું નથી. સારાને એમ જ ફિલ્મ નથી મળી. તેના માટે તેણે ઘણી મહેનત કરી. પહેલા તો ખુદ પર કામ કર્યું. પોતાની સ્કિલ્સ પર કામ કર્યું અને પછી પહોંચી ગઈ ડાયરેક્ટર્સ પાસે કામ માગવા માટે.
રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો કે, સારાએ હાથ જોડીને કામ માગ્યું હતું. રોહિત શેટ્ટી મનીષ પોલના શો મુવી મસ્તી વિથ મનીષ પોલમાં રોહિત શેટ્ટીએ વાત કરતા જણાવ્યું કે, થયું એવુ કે સારાએ મને મેસેજ કરવાનું શરૂ કર્યું. એક વાર નહીં વારંવાર મેસેજ કર્યા. કહ્યું સર મને ફિલ્મ આપો ને. પરંતુ મે પહેલા તો જવાબ ન આપ્યો. પછી ફરીથી મેસેજ આવ્યો તો મે કહ્યું કે આવી જા. મને લાગ્યું કે સૈફની દીકરી છે તો બોડીગાર્ડને એવું બધુ સાથે લઈને આવશે.
રોહિતે આગળ જણાવ્યું કે, જ્યારે મે જોયું તો એકલી આવી રહી હતી. મે મારી ટીમને કહ્યું કે તેને રિસીવ કરી લેજો. તો મને કહેવામાં આવ્યું કે, તે આવી ગઈ છે. તો મે સામે સવાલ કર્યો કે કોની સાથે આવી તો જવાબ મળ્યો કે તે એકલી આવી છે. લોકો કહે છે કે, સ્ટારના સંતાનોને આસાનાથી કામ મળી જાય છે. હું એની સામે બેઠો હતો અને તેણે મારી સામે હાથ જોડીને કહ્યું સર મને કામ આપો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement