શોધખોળ કરો
Advertisement
આગામી સમયમાં પોલિટિક્સમાં જવા ઈચ્છે છે આ સ્ટાર એક્ટ્રેસ
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી અને એક્ટ્રેસ સારા અલી ખાન અત્યાર સુધી બોલિવૂડમાં માત્ર બે ફિલ્મ કરી ચૂકી છે પરંતુ તેની ચર્ચા ચારે બાજુએ છે.
નવી દિલ્હીઃ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી અને એક્ટ્રેસ સારા અલી ખાન અત્યાર સુધી બોલિવૂડમાં માત્ર બે ફિલ્મ કરી ચૂકી છે પરંતુ તેની ચર્ચા ચારે બાજુએ છે. સારાની બન્ને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે અને બન્ને ફિલ્મોમાં તેના કામના પણ વખાણ કરવામાં આવ્યા છે. હવે સારા અલી ખાન પાસે અનેક ફિલ્મોની ઓફર્સ છે.
સારા કહે છે કે, ‘હું એક્ટિંગ શીખું એના માટે મારા પેરેન્ટ્સે કોશિશ કરી હતી. એક્ટિંગ શું છે એ હું જાણું એમ તેઓ ઇચ્છતા હતા. તેમણે ક્યારેય મને અટકાવી નથી. જોકે, તેમણે મને કહ્યું હતું કે, તું જે દુનિયામાં પ્રવેશવા જઈ રહી હોય એના વિશે જાણવું જરૂરી છે. તારે પહેલાં ડિગ્રી મેળવવી જોઈએ. એ પછી પણ તું એક્ટિંગમાં આવવા માગતી હોય તો તને ફુલ સપોર્ટ છે.
સારા માટે એક્ટિંગ જ પ્રાયોરિટી છે અને રહેશે, પરંતુ ફ્યૂચર માટે સારાની એક ઇચ્છા છે. તે કહે છે કે, ‘મેં હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. એટલે કદાચ લાઇફમાં મોડેથી હું પોલિટિક્સમાં જાઉં, પરંતુ તે મારો બેક-અપ પ્લાન નથી. હું શક્ય હોય ત્યાં સુધી એક્ટિંગ જ કરતી રહેવા માગું છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement