શોધખોળ કરો
Advertisement
બોલિવૂડથી દૂર જવા પર શાહરૂખ ખાને આપ્યો મજેદાર જવાબ, કહ્યું- ‘હું ખુદ જ.....’
એક ફેને તેને ફિલ્મોની સીડી સળગાવી નાખવાની સલાહ પણ આપી દીધી.
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દશેરાના દિવસે ટ્વિટર પર #AskSRKનો એક ઓપન સેશન રાખ્યો કે જેમાં ફેન્સે શાહરૂખ ખાનને અઢળક સવાલો પૂછ્યા. શાહરૂખ ખાને આ સવાલોના હળવા અંદાજમાં જવાબ આપ્યા. પહેલા તો બધાએ શાહરૂખને શુભકામનાઓ પાઠવી અને પછી સવાલો કર્યા કે જેનાં મજેદાર જવાબો આપ્યા હતા.
એક ફેને પૂછ્યું કે શાહરૂખ તમે તમારી આગળની ફિલ્મનું એલાન ક્યારે કરો છો. તો જવાબ મળ્યો કે હું અત્યારે અમુક વસ્તુ પર કામ કરી રહ્યો છું અને જ્યારે સારું મટિરિયલ મળશે ત્યારે કંઈક કહીશ. તો બીજા એકે પૂછ્યું કે તમે કંઈ પ્રકારની ફિલ્મ બનાવવા માંગો છો. તો શાહરૂખે મજાકમાં કાઢી નાખ્યું હોય એમ કહ્યું કે હિટ ટાઈપની ફિલ્મ.Working on stuff. Will take some time once I get the material right. https://t.co/iTCFqogrkQ
— Shah Rukh Khan (@iamsrk) October 8, 2019
તો એક ફેને સીધો નિશાના તાકતા પૂછ્યું કે શા માટે તમે બોલિવૂડથી દૂર જતા રહ્યા. તો તેણે કહ્યું કે હું ખુદ જ બોલિવૂડ છું. તો એટલી વારમાં તો એક ફેને તેને ફિલ્મોની સીડી સળગાવી નાખવાની સલાહ પણ આપી દીધી. ફેને કહ્યું કે, સર આજે દશેરા છે તો રાવન ફિલ્મની સીડી સળગાવી નાખો. તો શાહરૂખે જવાબ આપ્યો કે અરે સળગેલા પર કેટલુંક મીઠું ભભરાવશો. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન છેલ્લે 2018માં ઝીરોમાં જોવા મળ્યો હતો.Ha ha. Main khud Bollywood hoon! https://t.co/XzfLaLwG0a
— Shah Rukh Khan (@iamsrk) October 8, 2019
શાહરૂખ ખાને એક સવાલના જવાબમાં કહ્યું કે ફિલ્મ ‘રા.વન’ તેના નાના પુત્ર અબરામે જોઈ છે અને આ તેની પ્રિય ફિલ્મ છે. અન્ય યૂઝરે પૂછ્યું કે શાહરૂખ ક્યારે અબરામની સાથે કામ કરતો જોવા મળશે તો જવાબમાં શાહરૂખે કહ્યું કે તેઓ અબરામના શેડ્યુલની રાહ જોઈ રહ્યા છે કે જેથી તેની સાથે કામ કરવાની તારીખ મળી શકે. શાહરૂખના એક અન્ય ફેન્સે પૂછ્યું કે તેઓનું હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ વિશે શું કહેવું છે તો શાહરૂખે કહ્યું કે થોડું ડરાવે એવું છે. આ સિવાય ફેન્સે શાહરૂખ ખાનને સાઉથના સુપરસ્ટાર જેવા કે અજીત, ધનુષ, વિજય જેવા એક્ટર્સ વિશે પૂછ્યું. શાહરૂખે કહ્યું કે તે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છે માટે આગામી ફિલ્મ સાઈન કરવા માટે સમય લઈ રહ્યો છે.Arre kitna jale pe namak chidhoge!! https://t.co/KOUdo7h4zI
— Shah Rukh Khan (@iamsrk) October 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement