શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો ભોગ બની બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ, એરપોર્ટ પર બની ઘટના
1/3

ફરિયાદ પ્રમાણે ચેકિંગ દરમિયાન ગ્રાઉંડ સ્ટાફે શિલ્પા સાથે દુર્વ્યવહાર કર્યો. એક્ટ્રેસની પોસ્ટ પ્રમાણે તેની સાથે દુર્વ્યવહાર તો કર્યો સાથે જ વંશીય ટિપ્પણી પણ કરી. શિલ્પા શેટ્ટીએ આ ઘટનાને ભૂલવાને બદલે અવાજ ઉઠાવ્યો અને આ સમગ્ર ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર કરી. આ પહેલા પણ 2007માં સેલિબ્રિટી બિગ બ્રધર શોમાં પણ શિલ્પા રંગભેદનો શિકાર થઈ. જો કે શિલ્પાએ આ શો જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ વખતે પણ શિલ્પાએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તે પ્રશંસનીય છે.
2/3

શિલ્પાએ ઈંસ્ટા પોસ્ટમાં લખ્યું કે, તેની ટ્રાવેલિંગ બેગને એરપોર્ટ પર ઓવરસાઈઝ્ડ બતાવી અને તેને કેબિન લગેજમાં રાખવાની ના પાડી. એરપોર્ટ પર રહેલા સ્ટાફે તેની સાથે ખરાબ રીતે વાત પણ કરી. એક્ટ્રેસે આ પોસ્ટ સાથે બેગનો ફોટો પણ શેર કર્યો છે. શિલ્પાએ પૂછ્યું કે, ”શું આ બેગ ખરેખર એટલી મોટી છે કે તેને કેબિનમાં ન લઈ જવાય?”
Published at : 25 Sep 2018 08:07 AM (IST)
View More





















