રોહિત શેટ્ટીની 'ચેન્નાઇ એક્સપ્રેસ'નું લાઇફટાઇમ કલેક્શન 227.13 કરોડ હતું. દરેક ફિલ્મ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે. ચેન્નાઇ એક્સપ્રેસ (227.13 કરોડ) અને ગોલમાલ અગેન (205.69 કરોડ)ની કમાણીથી આગળ નીકળી સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
2/3
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરી સિમ્બાના કલેક્શનની જાણકારી આપી છે. સિમ્બા રોહિત શેટ્ટીની ચેન્નાઇ એક્સપ્રેસના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી ગઇ છે. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે 2.60, શનિવારે 4.51, રવિવારે 5.30 અને સોમવારે 2.86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સિમ્બાએ ભારતમાં કુલ 228 કરોડની કમાણી કરી છે. જે જોતાં ફિલ્મ 250 કરોડ ક્લબમાં સામેલ થાય તેવી સંભાવના છે.
3/3
નવી દિલ્હીઃ રણવીર સિંહ અને સારા અલી ખાનની મૂવી સિમ્બા ત્રીજા સપ્તાહે પણ શાનદાર કમાણી કરી રહી છે. મૂવીએ અત્યાર સુધી ભારતીય બજારમાં 227.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 28 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ બ્લોકબોસ્ટર છે. એન્ટરટેનમેન્ટથી ભરપૂર સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.